કોરોના મહામારી વચ્ચે હવે પુરતા દસ્તાવેજો ન હોય તેવા વાહનચાલકો પાસેથી હવે ઉચ્ચક દંડ લેવામાં આવશે. ગુજરાતમાં મહામારી ના કારણે જનતા પરેશાન છે ત્યાં બીજી તરફ વાહનો માટે RTO ના ચક્કર પણ લગાવવા પડી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી એક બાદ એક વાહનચાલકોને રાહત આપવા માટે નિર્ણય લઇ રહ્યા છે.
હવેથી વાહનચાલકો પાસે પૂરતા દસ્તાવેજ ન હોય તો ઉચ્ચક દંડ લેવામાં આવશે જેથી RTO માં થતી લાંબી પ્રક્રિયાથી બચી શકાય.કોરોના મહામારીમાં RTO માં જપ્ત થયેલાં વાહનોને છોડવાની પ્રક્રિયામાં જતો સમય નિવારવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ નિર્ણય કર્યો છે.
કે પૂરતા દસ્તાવેજ સાથે ન હોય તેવા વાહનચાલકો પાસેથી દંડ વસુલ કરાશે.જેમાં ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ₹500 જયારે ફોર વ્હીલર વાહનો માટે 1000₹ વસૂલ કરવામાં આવશે. નોંધનીય છે.
કે એન્ફોર્સમેન્ટ, સર્વેલન્સ માટે જે વાહનો પકડવામાં આવ્યા છે તેમના માલિકો પાસેથી આ પ્રકાર નો દંડ વસૂલ કરવામાં આવશે.વાહનો જપ્ત થવાના કારણે લાંબી મુશ્કેલી ચાલકોને પડી રહી હતી જે હવે નહિ પડે.
નોંધનીય છે કે રાજ્યમાં વધતા કેસો વચ્ચે એવી ફરિયાદો આવી રહી હતી કે ઘણા લોકો પોતાના સગા સંબંધીઓને સારવાર માટે લાવવા લઈ.
જવા ઘણીવાર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર તેમજ ફોર વ્હીલર લઈને જતા આવતા નાગરિકો પાસે પોતાના વાહનોના દસ્તાવેજો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોતા નથી અને વાહનો જપ્ત કરવામાં આવે તે બાદ તેને છોડવાની પ્રક્રિયા લાંબો સમય જાય છે.
મુખ્યમંત્રી રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વાહનો માટે નો જરૂરી દસ્તાવેજો 15 દિવસમાં રજૂ કરી શકાશે તેમ જણાવવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment