ગુજરાત રાજ્યમાં વકરી રહેલી કોરોના ની પરિસ્થિતિ ને જોતા પ્રધાનમંત્રી મોદીએ લીધો મોટો નિર્ણય, જાણો વિગતે.

ગુજરાત સરકારની ભલામણ બાદ ગૃહ મંત્રાલય દ્વારા આ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં DRDO ની મદદથી હોસ્પિટલ બની રહી છે. કેન્દ્ર સરકારના કેન્દ્ર સશસ્ત્ર પોલીસદળ ના 25 ડોક્ટરોની નિયુક્તિ કરવામાં આવશે.

અને આ ઉપરાંત 75 પેરામેડિકલ સ્ટાફની પણ નિયુક્તિ કરવામાં આવશે. અમદાવાદ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે દિવસમાં 510 સરકારી અને 306 ખાનગી હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે.

ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે.

અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે.ગુજરાતમાં રસીકરણ ની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેકાબૂ છે. રાજ્યમાં 1 લાખ 56 હજાર 663 ને ગઈકાલે રસી આપવામાં આવી છે.

અત્યાર સુધીમાં 88 લાખ 8 હજાર 994 લોકોને પ્રથમ દોઝ અને 13 લાખ 61 હજાર 650 લોકોને બીજા ડોઝ નું વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*