દેશમાં એક તરફ કોરોના સંકટ વધી રહ્યું છે અને કોરોનાથી મોતના આંકડા પણ ચિંતા વધારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ તાબડતોબ એક બેઠક બોલાવી છે.કોરોના ને લઇને કેન્દ્ર સરકારની ચિંતા વધતા દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવાની છે.
આ બેઠક આજરોજ રાતે આઠ વાગ્યે યોજાશે. મોદી સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સામેલ થશે.પ્રધાનમંત્રી મોદીએ બોલાવેલી.
આ ખાસ બેઠકમાં દેશમાં કોરોના ની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનને લઈને મંથન કરવામાં આવશે.આ પહેલા પ્રધાનમંત્રી મોદીએ આરોગ્ય મંત્રાલય.
સ્ટીલ મંત્રાલય, માર્ગ અને પરિવહન મંત્રાલય સહિત અનેક મંત્રાલયો અને વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 94 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે અને આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 5170 લોકોના મોત કોરોનાવાયરસ ના કારણે થયા છે.
ગઇકાલે કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથે સાથે મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 283 લોકો વેન્ટીલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment