ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે હવે આ મહત્વના સમાચાર સતત કોરોના કેસ વધતા ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા મોફુક કરવામાં આવી છે. રાજ્યમાં કોરોનાવાયરસ ની બીજી લહેર માં સતત કેસમાં વધારો થઈ રહ્યો હતો.
ત્યારે રાજ્યમાં સતત માંગ કરવામાં આવી રહી હતી કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની બોર્ડની પરીક્ષા મોકુફ કરવી જોઈએ.
ત્યારબાદ રાજ્યના કેન્દ્ર સરકાર દ્વારા CBSE પર નિર્ણય લેવાયા બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની આવનારી બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.
વિદ્યાર્થી ની બોર્ડની પરીક્ષાઓ 10 મેં થી 25 મેં સુધી માં લેવામાં આવવાની હતી. પરંતુ અત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના ના કારણે સ્થિતિ ખૂબ જ નાજુક છે.
તેના કારણે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પરીક્ષા સ્થગિત કરી. અને જણાવ્યું કે 15 મેં બાદ કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને 15 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને નવી તારીખ આપવામાં આવશે.
આની સાથે ગુજરાત સરકારે ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓની તમામ પરીક્ષાઓ રદ કરીને માસ્ક પ્રમોશન આપવાનો આદેશ આપ્યો.
અને દરેક વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની પરીક્ષા આવી ના આગળના ધોરણમાં પ્રવેશ મળી જશે. રાજ્યમાં સતત કોરોના ના કેસ વધતા હતા તેના કારણે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે આ નિર્ણય લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment