કોરોના ના વધતા જતા પ્રકોપ વચ્ચે લોકડાઉન નો ખતરો તોળાઈ રહ્યો છે. આ દરમિયાન મહારાષ્ટ્ર ના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ મુખ્યમંત્રીને મળ્યા બાદ પ્રેસ કાઉન્સિલને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં કોરોના રોગચાળાને ધ્યાન રાખી ને ટૂંક સમયમાં લગાવશે અને તેની તૈયારી હજુ ચાલુ છે.
લોકડાઉન અંગેનો અંતિમ નિર્ણય રાજ્યના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકર લેશે. ગરીબો લોકડાઉન માં મુશ્કેલીનો સામનો ન કરે તે માટે સરકાર પણ પગલાં લઈ રહી છે. રાજેશ ટોપે એ કહ્યુ છે કે 10 અને 12 ની પરિક્ષાઓ હાલ મુલતવી રાખી છે.
લોકડાઉન લાદવાના મામલે રાજ્યમાં રાજકીય તકરાર છે. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય વિરોધી પક્ષ રાજ્યમાં ફૂલ લોકડાઉન નો વિરોધ કરી રહ્યા છે.
વાતચીત વચ્ચે હવે રાજ્ય સરકારના મંત્રી નવાબ મલિકે આ અંગે પ્રતિક્રિયા આપી છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ પ્રધાન નવાબ મલિકે કહ્યું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરમાં લોકડાઉન લગાવી દીધું.
ત્યારે તેમને કોઈની સલાહ લીધી ન કે કોઈ ના ખાતામાં પૈસા મોકલ્યા નહીં. આવી સ્થિતિમાં ભાજપને આવા પ્રશ્નો ઉઠાવવાનો અધિકાર નથી.આ આ પ્રકારની માંગ માત્ર રાજકારણ માટે રાખવી યોગ્ય નથી.
નવાબ મલિકે કહ્યું કે, રાજ્યને લોકડાઉન નો સામનો કરવો પડશે કે નહીં, લાંબા વિચાર-વિમર્શ પછી આજે નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર લોકોના હિતમાં નિર્ણય લેશે જેથી લોકોનો જીવ બચશે અને આજીવિકા ને કોઈ ખતરો નહીં રહે.
નોંધપાત્ર વાત એ છે કે, મહારાષ્ટ્રમાં દરરોજ 50 હજારથી વધુ કોરોના ના કેસો આવી રહ્યા છે.પાછલા દિવસે આ આંકડો 63 હજાર પર પહોંચી ગયો હતો.
આવી સ્થિતિમાં રાજ્યના ઘણા ભાગોમાં પથારી નો અભાવ,પરીક્ષણ,રસીકરણ ના કારણે સમસ્યા છે અને દરરોજ કેસ વધી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment