મહારાષ્ટ્રમાં કોરોના ને લઇને થયેલી બેઠકમાં લોકડાઉન ને લઈને સહમતી બની રહી છે.તેવામા હવે લોકડાઉન નક્કી માનવામાં આવી રહ્યું છે. જો કે લોકડાઉન કયારે અને કયાં સુધી લાગુ થશે તે હજી નક્કી નથી.મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અસલમ શેખે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ કહ્યું કે.
તમામ લોકો લોકડાઉન લગાવવાના પક્ષમાં છે.આ દરમિયાન કોરોના પ્રોટોકોલ અને નિયમોને લઇને વાતચીત થઈ નથી. હવે ફરી એક વખત આજે બેઠક યોજાશે.
અને જેની અંદર અંતિમ નિર્ણય લેવામાં આવશે.મિટિંગમાં કેટલાક લોકોની સલાહ હતી કે બે અઠવાડિયાનું લોકડાઉન લગાવવું જોઈએ.
અને ગઈકાલે બેઠકમાં તમામ લોકોની સંમતિ નથી જેથી આજે મીટીંગ બાદ નિર્ણય કરવામાં આવશે.કેબિનેટ મીટીંગ પહેલા ઉદ્ધવ ઠાકરે એ તાસ્ક ફોર્સ સાથે મીટિંગ કરી હતી.
અને રાજ્યમાં કોરોના ની સ્થિતિ ની સમીક્ષા કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે પણ હાજર હતા.શનિવારે થયેલી બેઠક બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારે સંવાદદાતાઓને જણાવ્યું કે.
કોરોનાવાયરસ ની ચેન તોડવા માટે લોકડાઉન લગાવવાની જરૂર છે. તેમને કહ્યું કે રવિવારે ટાસ્ક ફોર્સ ની બેઠક થશે જેમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment