આજે રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી.દેશના રાજનૈતિક ઇતિહાસમાં 6 એપ્રિલ નું ખાસ મહત્વ છે. આજ દિવસે રાષ્ટ્રીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી.જોકે આના મૂળમાં ભારતીય જનસંઘ છે.
જેની ઈંટ ડો.શ્યામપ્રસાદ મુખરજીએ રાખી હતી.ઇમરજન્સી ખતમ થયા બાદ આના સહિત અનેક નવા દળોએ મળીને એક નવી પાર્ટી બનાવી જેને જનતા પાર્ટી કહેવામાં આવી.
આના 3 વર્ષ બાદ એંસીમાં પાર્ટી બંધ થઈ ગઈ અને જનસંઘના વિચારોને લઈને નેતાઓએ ભારતીય જનતા પાર્ટીનું નિર્માણ કર્યું જે 6 એપ્રિલ 1980 નો દિવસ હતો.
ડો.શ્યામા પ્રસાદ મુખરજીના સમયમાં પાર્ટીને ફક્ત 2 સીટોથી સંતોષ માનવો પડયો હતો.જયારે આજે ભાજપ દેશની મોટી પાર્ટી બની ચૂકી છે.પાર્ટીના સ્થાપનાને 41 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે.
ભાજપ અત્યારે મોટી પાર્ટી બની ચૂકી છે અનેક લોકો જમીન થી સત્તા સુધી પહોંચી ગયા છે.હાલમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ પાર્ટીને ઊંચા સ્થાન પર પહોંચાડી છે.પૂર્વોત્તર સુધી ભાજપે ઝંડો ફરકાવવા છે.
સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ પોલિટિકસ ના નિર્દેશક પ્રો એકે વર્મા કહે છે કે એક સમય હતો કે જયારે કેન્દ્ર અને રાજ્યોમાં કોંગ્રેસ ની સરકાર હતી તે સમયે કોંગ્રેસ ને સિસ્ટમ કહેવામાં આવતી હતી.કોંગ્રેસ ની ભુમી પર જ ભાજપે સિસ્ટમ વિકસાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment