સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા બજેટ સભા નો વિરોધ નો મામલો ગરમાયેલો છે.આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ બાદ આમ આદમી પાર્ટીના 19 કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી હતી.
અને ધરપકડ બાદ કોર્પોરેટરોએ જમી લીધા નથી.અને આજરોજ કોર્પોરેટરોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ત્યાં પણ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ કોર્ટ હાજર થયા હતા.
અગાઉ સુરત મહાનગર પાલિકાની બજેટ સભામાં ભાજપના કોર્પોરેટરો દ્વારા સામાન્ય સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો અને ઓનલાઈન સભાનો આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
ટેક્સટાઇલ માર્કેટને આપેલ લીઝ પર આપેલ જમીન ને લઈને વિરોધ નોંધાવ્યો હતો.48 સો કરોડ ના રસ્તા ના અક્ષર માટે ઓનલાઇન સભા નો વિરોધ કરાયો હતો.
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પાયલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ઓનલાઇન સભા કરીને સરકાર લોકપ્રતિનિધિઓ ના અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. સતત ચાર કલાક સુધી ધમાસણ ચાલ્યું હતું.
અને બાદમાં કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે બહુમતીના જોરે બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા જે ખોટું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment