ગુજરાત રાજ્યના સુરત અને અમદાવાદ શહેરમાં કોરોના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે ત્યારે આ બંને શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ બંને શહેરોમાં બાગ બગીચા, જીમ, શાળા-કોલેજો બંધ કરવામાં આવી છે.
અને સાથે જ અમદાવાદમાં શનિવાર અને રવિવારના રોજ મોલ અને મલ્ટીપ્લેક્સ પણ બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોવાના કારણે અમદાવાદમાં ફરીથી લોકડાઉન આવશે.
તેવી અફવાઓએ જોર પકડ્યું હતું. લોકોના ભયને દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને લોકોના ડરને દૂર કર્યા છે.અમદાવાદ મહાનગરપાલિકા ખુલાસો કર્યો છે કે.
અમદાવાદમાં લોકડાઉન ની કોઈ તૈયારી નથી અને લોકડાઉન થવાની નથી. શનિવાર અને રવિવારના રોજ માત્ર અને મલ્ટીપ્લેક્ષ બંધ રહેશે.
લોકડાઉન અંગે ખોટા સમાચાર સોશિયલ મિડિયા પર વહેતા થયા છે અને અમદાવાદમાં રાત્રી કરફ્યુ 9 થી સવાર ના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
કોરોનાવાયરસ ના વધતા જતા કેસોને લઈને અધિક મુખ્ય સચિવ ડોકટર રાજીવ કુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મહાનગર પાલિકાના તમામ ઉચ્ચ અધિકારી ઓ અને હેલ્થ વિભાગના અધિકારીઓ ની એક બેઠક મળી હતી.
આ બેઠકમાં અંતે એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે,શહેરમાં કોરોના ના પોઝિટિવ કેસ શોધવા માટે કોરોના ટેસ્ટના સેન્ટર વધારવામાં આવે.આ ઉપરાંત રસીકરણની પ્રક્રિયાને પણ ખૂબ જ આક્રમક બનાવવામાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment