ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સતત વધી રહ્યો છે અને દેશમાં ગત 24 કલાકમાં 26,291 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આ મહામારી ના કારણે 118 લોકોના મોત થયા છે અને રવિવારના રોજ 25,320 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
અને અત્યાર સુધીમાં દેશમાં 2 કરોડ 99 લાખ થી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી ચૂકી છે.આ તમામ સમાચારો વચ્ચે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે દેશના તમામ મુખ્ય મંત્રીઓ સાથે બેઠક કરી શકે છે અને આ બેઠકમાં મોટા નિર્ણય લેવાઈ શકે છે.
પ્રધાનમંત્રી મોદીએ બોલાવી આ બેઠકમાં વધતા જતા કોરોના કેસો અને કોરોના વેક્સિન ને લઇને ચર્ચા થઇ શકે છે. પ્રધાનમંત્રી આ સમયે કોરોના વેક્સિન મામલે ફીડબેક પણ લઈ શકે છે. આ બેઠક વિડિયો કોન્ફરન્સ દ્વારા યોજાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 17 માર્ચના રોજ 12:30 કલાકે બેઠક બોલાવી છે અને આ બેઠક કોરોના સંક્રમણ અંગે ચર્ચા થઇ શકે છે અને તે અંગે મહત્ત્વનો નિર્ણય લેવાઈ શકે છે.
આરોગ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે આજે દેશમાં કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા 1,13,85,339 પહોંચી ગઈ છે અને તેમાંથી 1,58,725 લોકોના મોત થયાં છે અને દેશમાં એક્ટિવ કેસો ની સંખ્યા વધીને 2,19,262 થઈ છે.
જ્યારે કુલ સ્વસ્થ થનાર દર્દીઓનો આંકડો જાણીએ તો 1,10,07,355 થયો છે. ભારતમાં અત્યાર સુધીમાં 2,99,08,038 લોકો વેક્સિન લઈ ચૂક્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment