રાજકોટમાં આમ આદમી પાર્ટીએ કાલાવાર રોડ સ્થિત રાજહંસ પાર્ટી પ્લોટ માં કાર્યકર્તા સંમેલન યોજ્યું હતું અને વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી મેદાને છે એવામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા નું મોટું નિવેદન સામે આવ્યું છે.
આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠક પર ચૂંટણી લડશે તેઓ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા 2022 ની વિધાનસભાની ચૂંટણી લડશે.
અને મામા ની પાર્ટી અભિયાન ચલાવી રહી છે તે હેઠળ આમ આદમી પાર્ટી 50 લાખ સાચા કાર્યકર્તાઓ કરવાનો હેતુ છે. કાર્યકર્તા સંમેલનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અને ત્યાં બધા લોકો વચ્ચે ગોપાલ ઇટાલીયા નું મહત્વ નિવેદન સામે આવ્યો હતો.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર પ્રદર્શન જોવા મળ્યો હતો.
અને સુરતમાં આદમી પાર્ટીના 27 કોર્પોરેટરોની જીત સાથે કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતા. ગુજરાતમાં અન્ય પાર્ટીના શાનદાર દેખાવ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના સુરત આવ્યા હતા અને સુરત ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment