મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના પત્ની અંજલીબેન સાથે ગઈકાલે રવિવાર ના રોજ સવારે અધશકતી પીઠ અંબાજીની મુલાકાત લઈ માતાજીના પૂજન અર્ચન કર્યા હતા.મુખ્યમંત્રી એ ચૂંટણીમાં ભાજપને મળેલા ભવ્ય વિજય બાદ લોકોની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરવા માતાજી શકતી આપે.
તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે ઉત્મથી સવોર્તમ બને તે માટે માતાજીની કૃપા વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના વિવિધ યાત્રાધામો, શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી, સોમનાથ, પાલીતાણા ,દ્વારકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે.
અને દર્શન કરી શકે તેવી સુવિધા ઉભી કરવા માટે આ યાત્રાધામોની હેલિકોપ્ટર સેવા થી જોડવાની નેમ વ્યક્ત કરી છે. અંબાજીમાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં જોગવાઈ પણ કરી છે.
યાત્રાધામ અંબાજીમાં ડેવલોપમેંટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે.
તેઓએ અંબાજી વેલ પ્લાન્ટ સિટી તરીકે વિકાસ કરીને દર્શન આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિતની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલોપમેન્ટ ઓથોરીટીની વધુ સરસ બનાવવા ની જાણકારી આપી હતી.
તેમને જણાવ્યું કે,આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજાવાનું પણ આયોજન કર્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment