વાહનચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સ એ મહત્વનો પૂરાવો છે પરંતુ કોરોના મહામારીમાં ઘણા લોકોને ડ્રાઈવીંગ લાયસન્સની મુદત પૂરી થઈ જતા રીન્યુ કરાવી શક્યા ન હતા. રૂપાણી સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને મહત્વનો નિર્ણય લીધો છે.જે મુજબ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓ ના ધક્કા નહીં ખાવા પડે. રાજ્યની રૂપાણી સરકારે આરટીઓ સલગ્ન 18 સેવા ઓનલાઇન કરી છે.
મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા જાહેરનામું બહાર પાડીને જણાવવામાં આવ્યું છે કે, આરટીઓ તરફથી આપવામાં આવતી ઘણી મહત્વપૂર્ણ સેવાઓનો ડિજીટાઇઝેશન કરવામાં આવ્યો છે. નાગરિકોને સુવિધાજનક અને મુશ્કેલી વગર ની સેવાઓ પૂરી પાડવા સંપર્ક રહિત સેવાઓ પૂરી પાડવામાં આવશે.
ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન રજીસ્ટર ને આધાર સાથે લિંક કરવા ની સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.આધાર વેરીફીકેશન દ્વારા ઓનલાઇન સર્વિસનો લાભ મેળવી શકાશે અને સરકારના આ પગલાથી આરટીઓમાં લાંબી લાઇનમાંથી ઊભા રહેવાથી છુટકારો મળશે. સરકારે લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ, ડુપ્લીકેટ ડ્રાઈવિંગ લાયસન્સ.
આરસીમાં સરનામામાં ફેરફાર, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ પરમીટ અને કામચલાઉ નોંધણી સહિત 18 સેવાઓ ઓનલાઈન કરી છે.વાહનના ડ્રાઈવીંગ લાયસન્સ અને રજિસ્ટ્રેશન માટે અન્ય દસ્તાવેજો આપવાની જરૂર નહીં પડે.માટે સરકારની પરિવહન નામની વેબસાઇટ પર જઇને આધાર કાર્ડ વેરિફિકેશન કરવું પડશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment