રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા જિલ્લા તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 2021 નું આગામી તા 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સવારે 7:00 કલાકથી સાંજે 6:00 કલાક દરમિયાન મતદાન યોજાવાનું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં જાહેર સભા સંબોધવાના છે.
ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજ્યના મુખ્યમંત્રી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજરોજ એટલે કે શુક્રવારના રોજ શહેરમાં પૂર્વ અને પશ્ચિમ બંને વિધાનસભા મત વિસ્તારમાં.
બે સ્થળોએ જંગી જાહેરસભા સંબોધશે. શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા તથા પ્રવક્તા આશુતોષ વ્યાસે વિગતો આપતા જણાવ્યું કે, ચૂંટણીને લઈને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી શહેરમાં પ્રચાર અર્થે આવશે.
ભાવનગર શહેરના બોરતળાવ બાલવાટિકા ખાતે સાંજના 7:00 કલાકે મુખ્યમંત્રી રૂપાણી ની જાહેર સભા યોજાશે તો સાંજે 7:30 કલાકે શિવાજી સર્કલ ખાતે વિશાળ મેદનીને.
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધિત કરશે. રાજ્યમાં ચૂંટણી હવે થોડાક જ દિવસો બાકી છે ત્યારે દિગ્ગજ નેતાઓ એ પ્રચાર શરૂ કરી દીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment