નારાજ ખેડૂતોને મનાવવા માટે સરકાર આગામી બજેટમાં કોઇ રાહત પેકેજ આપી શકે છે. આશા રાખવામાં આવી રહી છે કે બજેટ 2021 માં કેન્દ્ર સરકાર ખેડૂતોને પીએમ કુસુમ યોજના સાથે જોડાયેલ કોઇ ભેટ આપી શકે છે. આ વખતના બજેટમાં પ્રધાનમંત્રી કુસુમ યોજનાનું વિસ્તરણ કરવામાં આવી શકે છે.
આ વખતે બજેટમાં ખેડૂતો માટે ઈન્સેન્ટિવ ની જાહેરાત પણ થઈ શકે છે.2020 માં પણ નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ યોજનાનું વિસ્તરણ કર્યું હતું.રિન્યુએબલ મિનિસ્ટ્રી એ પીએમ કુસુમ યોજનાના બજેટમાં 20-25 ટકાના વધારાની ભલામણ કરી છે.
પીએમ કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે સોલર પંપ આપવામાં આવશે. જેનાથી દેશભરમાં ખેડૂતોને સિંચાઈ થઈ રહેલા મુશ્કેલીઓમાંથી છૂટકારો મળશે. કુસુમ યોજના ની જાહેરાત કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ 2018-19 માં કરવામાં આવી હતી.
અને મોદી સરકાર કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન આ અભિયાન એટલે કે કુસુમ યોજના વીજળીના સંકટ સામે ઝઝૂમી રહેલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી.સરકાર ખેડૂતોને સબસીડી રૂપે સોલાર પંપ ફૂલ કિંમત માંથી 60% ભાવ માં આપે છે.
અને સરકારનું માનવું છે કે જો દેશના બધા જ સિંચાઈ પંપોમાં સોર ઉર્જા નો ઉપયોગ થવા લાગ્યો તો, વીજળીની બચત થશે જ અને સાથે સાથે 28 હજાર મેગાવોટ વધારાની વીજળી નું પણ ઉત્પાદન થઈ શકે છે.
ત્યાર સુધી પીએમ કુસુમ યોજના હેઠળ આશરે 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવ્યા છે અને આ યોજના થી ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment