સુરતમાં હીરાના કારખાનામાં કોરોના ટેસ્ટ કરાવતા, કેટલા લોકોને આવ્યો કોરોના પોઝિટિવ…

ગુજરાતમાં દિવાળી બાદ અમદાવાદ અને સુરતમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કેસ વધતા સુરત મહાનગરપાલિકાએ હીરાના કારખાનામાં કોરોના ટેસ્ટિંગ કરવાની શરૂઆત કરી. અને સુરતમાં બહારથી આવતા લોકો માટે સૌથી પહેલા કોરોના ટેસ્ટિંગ કરાવવા પડશે. સુરતમાં 27 નવેમ્બરના રોજ 238 કરો ના કેસ નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં કુલ 31495 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.આ સાથે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 997 લોકોને કોરોના કેસ પોઝિટિવ આવ્યો.

અને આ ઉપરાંત ડાયમંડ માર્કેટમાં 1253 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ બધા લોકોની કોરોના સારવાર શરૂ છે. સુરતમાં 27 નવેમ્બરના રોજ 7,93,244 વ્યક્તિઓને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો. આ ઉપરાંત સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા પાન-માવા ના ગલ્લા બંધ કરવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં સુરતમાં ફાયર વિભાગ દ્વારા 8,96,002 સ્થળોમાં સેનીટાઇઝર કરવાની કામગીરી કરવામાં આવી છે. અને 27 ડિસેમ્બરના રોજ ૧૭૦૦ જેટલા સ્થળ પર સેનીટાઇઝર છાંટવામાં આવ્યું છે.

આ ઉપરાંત સુરત શહેરમાં બહારગામથી આવેલા લોકોને ફરજીયાત પણે કોરોના નું ટેસ્ટીંગ કરવું પડશે. જેનાથી કોરોના નું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*