નવા વર્ષની શરૂઆતમાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર,જાણો વિગતવાર

નવા વર્ષે ગુજરાતના વિધાર્થીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે.ગુજરાત સરકાર નાની મોટી તમામ મળીને આ વર્ષમાં ફૂલ 35 હજારથી 37 હજાર જગ્યાઓ પર ભરતી કરવા જઈ રહી છે.રાજ્ય સરકાર નવા વર્ષે ભરતી કરશે જેમાં 35 હજાર કરતાં વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.GPSC માં 1212 જગ્યા માટે 1 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે.ઊર્જા વિભાગમાં 2 હજાર,પોલીસમાં 11 હજાર ભરતી અને 6 હજાર શિક્ષક ની પણ ભરતી થશે. અગાઉની 900 જગ્યાની ભરતી પ્રક્રિયામાં ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

આ વર્ષે રોજગારી માટે નવી આશાઓ જનમાવનારુ સાબિત થશે.ગુજરાત સરકારે અંદાજે 35 હજાર જેટલી નોકરીઓ અંદાજપત્રીય જોગવાઈમાં રાખી હતી, જેમાં મોટી ભરતીઓમાં 11 હજારથી વધુ વિવિધ પોલીસ સવર્ગ,6 હજાર કે તેથી વધુ શિક્ષકો અને 2 હજાર જેટલી ઊર્જા વિભાગના કર્મચારીઓ નો સમાવેશ થાય છે એવું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાત જાહેર સેવા આયોગ જ હાલ મંજૂર થયેલી 2200 જેટલી જગ્યાઓ પર 160 થી વધુ ભરતીઓ કરી રહી છે.હાલ જ જાહેર થયેલી 1200 કરતા વધુ ભરતીઓ માટે અરજીની તારીખ પહેલી ડિસેમ્બર સુધી લંબાવી દેવાઈ છે.

આ ઉપરાંત વાત કરીએ તો આ પહેલા જાહેર કરાયેલી 900 કરતા વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં હાથ ધરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*