પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર ગુજરાતની ત્રણ પ્રમુખ પરિયોજનાઓ નો વિડિયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કરવાના છે. રાજ્યના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ કરવામાં આવશે. પ્રધાનમંત્રી અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ટેલી કાર્ડિયોલોજી માટે મોબાઇલ એપ્લિકેશન નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે ગિરનાર માઈક્રો પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.કિસાન સૂર્યોદય યોજના સિંચાઈ માટે દિવસે વીજળી પૂરી પાડવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ના નેતૃત્વમાં ગુજરાત સરકારે હાલમાં આ યોજનાની જાહેરાત કરી છે.
આ યોજના હેઠળ સવારે ખેડૂતોને સવારે 5 થી રાતના 9 વાગ્યા સુધી વીજળી મેળવી શકશે. રાજ્ય સરકારે 2023 સુધી આ યોજના હેઠળ માળખાગત વ્યવસ્થા સ્થાપિત કરવા માટે 3500 કરોડનું બજેટ ફાળવ્યું છે. આ યોજનામાં 2020-21માં દાહોદ,પાટણ,મહીસાગર, પંચમહાલ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ખેડા,આણંદ અને ગીર સોમનાથ નો સમાવેશ થાય છે.
બાકીના જિલ્લાઓને 2022-23 માં તબક્કાવાર રીતે કવર કરવામાં આવશે. આ વર્ષે કોરોના અને તેની સાથે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું છે.
તે માટે ખેડૂત માટે નરેન્દ્ર મોદીની આ સહાય સારી છે. તેથી ખેડૂત પોતાના નુકસાનની ભરપાઈ કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment