ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પૂરી તૈયારી માં છે.કોંગ્રેસ દ્વારા કોમન ચૂંટણી ઢંઢેરા ના બદલે કેટલાક મુદ્દાઓ તૈયાર કરવામાં આવ્યા છે.આગામી દિવસોમાં વિસ્તારમાં આ તૈયાર કરવામાં આવેલા મુદ્દાને લઈને પ્રચાર કરવામાં આવશે.કોંગ્રેસે જે મુદ્દાઓ તૈયાર કર્યા છે તેમાં સૌરાષ્ટ્રના પાંચ બેઠકો પર ખેડૂતોના પાક વીમા નો પ્રશ્ન મુખ્ય બનશે. આ ઉપરાંત લીંબડીમાં રોડ રસ્તા અને સિંચાઈના પાણીનો પ્રશ્ન મૂક્યો છે. ગઢડા ની અંદર માર્કેટીંગ યાર્ડની સાથે સરકારી કોલેજ બનાવવા નો મુદ્દો પણ કોંગ્રેસ ઉઠાવશે.
કચ્છ ખેડૂતો ને પાણીની સમસ્યા હોવાનાં કારણે અભ્યાસમાં લોકોને નર્મદાનું પાણી મળી રહે તે મૂર્દો કોંગ્રેસ ઉઠાવવાની છે. મોરબી ની અંદર સિરામિક ઉદ્યોગને મજબૂત કરવા માટેનો પ્રયાસ કરવો છે તે મુદ્દે કોંગ્રેસ ઉઠાવશે.કરજણમાં મુખ્ય મુદ્દો લોકશાહી બચાવવાનો અને રોજગારીનો મુદ્દો રહેશે. આ ઉપરાંત ડાંગ અને કપરાડા બેઠક પર આદિવાસી મત વધારે હોવાના.
કારણે આદિવાસીઓના હક ને લઈને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરશે.કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું કે,વિધાનસભા ની અંદર અલગ અલગ મુદ્દા હોય છે આ મુદ્દાઓ સ્થાનિક જનતા માટે ખૂબ જ મહત્વના હોય છે.જુવાનીના રોજગારીનો મુદ્દો અને હોસ્પિટલના મુદ્દાને આ ઉપરાંત સિંચાઇના મુદ્દાઓ હોય છે.
ડાંગ અને કપરાડા બેઠક પર આદિવાસીઓનું માનવું છે કે,જળ જમીન અને જંગલ માટે જે કામ તેની સાથે રહેશે એટલે સ્વભાવિક રીતે કોંગ્રેસ માટે હંમેશા આદિવાસીઓના અધિકારો સુરક્ષિત રહે તે માટે લડત માં આગળઆવી છે અને આઠ બેઠકોની પેટાચૂંટણી અવસ્થાને મુદ્દાઓને લઈને જનતા વચ્ચે જઈશું.
હાર્દિક પટેલ ધારાસભ્ય ખરીદીને લઈને મહત્વ નિવેદન આપતા જણાવ્યું કે, રાજા બે ધારાસભ્યોને નહીં પરંતુ ગુજરાતની જનતાને ખરીદવાનું કામ કર્યું છે. ભાજપ ધારાસભ્યને ખરીદે છે ત્યારે હું માનું છું કે, તેને ધારાસભ્ય નહીં પણ ખેડૂતોને ખરીદ્યા છે.
આ ચૂંટણી ગદ્દાર ની વિરુદ્ધમાં વફાદાર ની ચૂંટણી છે.આ ચૂંટણી ધારાસભ્ય ના વિરોધમાં કોંગ્રેસ નથી લડવાની પરંતુ ધારાસભ્ય ની વિરુદ્ધમાં ખેડૂત,મહિલા,બેરોજગાર યુવાન લડવાના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment