ભાગેડુ અંડર વર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ પર મોદી સરકારની આકરી કાર્યવાહી જોવા મળી છે.દાઉદ ઇબ્રાહિમની મહારાષ્ટ્રમાં મોટી પ્રોપર્ટી ની સરકાર નવેમ્બર મહિનામાં હરાજી કરવા જઈ રહી છે. આ હરાજી SAFEMA અંતર્ગત કરવામાં આવશે. SAFEM અંતર્ગત આગામી 10 નવેમ્બર દાઉદની સાત પ્રોપર્ટીની હરાજી કરવામાં આવશે.કોરોના મહામારી ના કારણે આ હરાજી વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે . દાઉદની આ પ્રોપર્ટી અત્યાર સુધીની સૌથી મોટી હરાજી હશે.
એક જ સાથે તેની સાત મિલકત ની હરાજી કરી નાખવામાં આવશે. તેમાંથી છ મિલકત મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના મુંબાકે ગામમાં આવેલી છે. આ અગાઉ મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતેની પણ અનેક મિલકત ની હરાજી કરી દેવામાં આવી ચૂકી છે. છે કે, તાજેતરમાં જ પાકિસ્તાને FATF ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે 88 આંતકવાદી જુથો અને હાફીઝ સહિદ, મસૂદ અઝહર.
દાઉદ ઈબ્રાહિમ જેવા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા.સાથે જ તમામ ની સંપત્તિઓ પણ જપ્ત કરવાની અને બેંક ખાતા સીલ કરવાના આદેશ આપ્યા હતા.
મોદી સરકારે દાઉદ ઈબ્રાહીમ વિરુદ્ધ આકરી કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment