કોરોના ની કહેર વચ્ચે સામાન્ય લોકોને મુશ્કેલી દિવસેને દિવસે વધી રહી છે.એક બાજુ કોરોના નું સંકટ છે તો બીજી બાજુ જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને આંબી ગયા છે. સામાન્ય માણસને જીવવું હાલમાં મુશ્કેલ પડી રહ્યુ છે. શાકભાજીના ભાવમાં સતત વધારો થવાના કારણે લોકોનું દૈનિક જીવન નું બજેટ વિખરાઈ ગયું છે.રોજિંદા જીવનમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતા શાકભાજીમાં બટાકા,ડુંગળી અને ટમેટાનો સમાવેશ થાય છે.
જેમાં દિવસેને દિવસે જોરદાર ભાવ વધારો થઈ રહ્યો છે. મીડિયાના રિપોર્ટ અનુસાર ટામેટાનો ભાવ પ્રતિ કિલો સો રૂપિયા સુધી પહોંચી ગયો છે. કોલકત્તામાં ટામેટાનો છૂટક ભાવ પ્રતિ કિલો સો રૂપિયા નોંધાયો હતો.અન્ય શહેરોની વાત કરીએ તો ટામેટાનો ભાવ દરેક શહેરોમાં આસમાને પહોંચી ગયો છે. ગ્રાહક મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દિલ્હીમાં 63 રૂપિયા પ્રતિ કિલો હતો.
મુંબઈ અને પટનામાં 65 રૂપિયા પ્રતિ કિલો, લખનઉમાં 70 રૂપિયા પ્રતિ કિલો અને ગુરુગ્રામ સિમલા અને લુધિયાણામાં 60 રૂપિયા પ્રતિ કિલો હતો.ડુંગળીના વધતા ભાવ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વરસાદના કારણે શાકભાજીની સપ્લાય પણ મોટી અસર પડી રહી છે.
જેનાકારણે છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલ ઉપરાંત કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ભાવમાં વૃદ્ધિ થઈ છે જેના કારણે મંદિરોમાં શાકભાજી પરિવહન ખર્ચમાં વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment