આજે ફરી વખત પેટ્રોલ અને ડીઝલનો ભાવ સસ્તો થયો છે.સરકારી તેલ કંપનીઓને આજે ફરીથી પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.એક જ દિવસ પહેલા એટલે કે શુક્રવારે કિંમતોમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ગુરુવારે તેના ભાવમાં ઘટાડો થયો હતો. દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલના ભાવમાં ૧૩ પૈસાનો ઘટાડો આવ્યો છે અને તેની કિંમત ઘટીને 81.86 રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. ડીઝલની કિંમતમાં 12 પૈસાનો ઘટાડો કરાયો છે અને આજનો ભાવ 72.93 પૈસા પ્રતિ લીટર પહોંચી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે આજે 6:00 પેટ્રોલ-ડીઝલ ની નવી કિંમત લાગુ કરવામાં આવી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ડયુટી, ડીલર કમિશનર અને અન્ય ચીજો જોડાયા બાદ આ ભાવ ડબલ થઈ જાય છે.
દિલ્હી- પેટ્રોલ 81.86 રૂપિયા અને ડીઝલ 72.93 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ – 88.51 રૂપિયા અને ડીઝલ79.45 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા-પેટ્રોલ 83.36 રૂપિયા અને ડીઝલ76.43 રૂપિયા પ્રતિ લિટર
ચેનાઇ -84.85 રૂપિયા અને ડીઝલ78.26 રૂપિયા પ્રતિ લિટર
સાઉદી અરેબિયા દુનિયામાં કોરોનાની કેસની સંખ્યા ના વધારાના કારણે ઓક્ટોબર માટે કાચા તેલની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી મંગળવારે કાચા તેલની કિંમત 40 ડોલર નીચે આવી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે તેનો સીધો ફાયદો ભારત જેવી અર્થવ્યવસ્થાને મળશે. એક તો કાચા તેલમાં ઇમ્પોર્ત પર ખર્ચ ઘટશે અને સાથે બજારમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં ઘટાડો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment