ગુજરાત રાજ્યની આ જગ્યાએ વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, રાજ્યના આ જિલ્લામાં સાડા ત્રણ ઇંચ થી પણ વધારે વરસાદ ખાબક્યો

વિરામ બાદ ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. શુક્રવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં નિરાશા જોવા મળી હતી. મહત્વની વાત એ છે કે,આગામી દિવસોમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.

અમરેલીના લીલીયામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લીલીયામાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. ભારે વરસાદથી શેરીઓમાં પાણી ભરાઇ ગયા હતા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

ઉભરણ,અનીયોર,સાઠંબા, બાયડ માં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

સાબરકાંઠા તલોદમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સાડા ત્રણ ઇંચ વરસાદથી સાબરકાંઠાના તલોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. તલોદના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*