અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઇ રહ્યું છે ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવાય રહી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા થવાની સંભાવનાઓ છે.
વરસાદનેલઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 11થી13 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ પડશે. તેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત સહિતના વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદ થવાની વકી છે.
13 સપ્ટેમ્બરના રોજ લો પ્રેસર સક્રિય થઈ રહ્યું છે. લો પ્રેશર સક્રિય થતા રાજ્યમાં વરસાદની શક્યતા છે.અમદાવાદ અને વડોદરામાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment