તાઇવાન પોતાના પાસપોર્ટ ની ડિઝાઇન માં બદલાવ કરવા જઈ રહ્યું છે. જેમાં તે પોતાના સ્વતંત્ર ને વધારે મહત્વ આપશે. જ્યારે ચીન સાથેના જોડાણને ઓછું મહત્વ આપે તે પ્રકારની પાસપોર્ટ ની ડિઝાઇન બનાવશે. જોકે ચીને હજી સુધી તાઇવાન ના નવા પાસપોર્ટ અંગે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે આ પગલાં ને લઈને ચીનને ગમશે નહીં.તાઇવાનના વિદેશ મંત્રાલયે બુધવારે તાઈવાનના નવા પાસપોર્ટ નો ફોટો જાહેર કર્યો હતો.
નવા પાસપોર્ટમાં અંગ્રેજી ભાષાના કેપિટલ શબ્દોમાં કવર પર તાઇવાન શબ્દ લખાયો છે.જયારે ચાઈના નું નામ નાનું કરી દેવામાં આવ્યું છે. આ ટાપુ રાષ્ટ્રના બંધારણ મુજબ તેમનું નામ તાઇવાન રિપબ્લિક ઓફ ચાઇના છે.1945 માં જાપાને તાઇવાનની સત્તા ચીનને સોંપી હતી. ચાઇના માં ગૃહ યુદ્ધ શરૂ થયાના ચાર વર્ષ પછી,ત્યાંની સત્તા પાર્ટીના હાથમાં આવી ગઈ.
માઓ ત્સે તુંગની આગેવાની હેઠળની કમ્યુનિસ્ટ પાર્ટી એ તાઇવાન નો કબજો લીધો હતો. તાઇવાન ચીન ની ચુંગાલ માં થી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પ્રયત્નોમાં, તે લોકશાહી સ્થાપવામાં સફળ રહ્યા,જેના કારણે તેઓ સામ્યવાદી પક્ષના શાસનમાંથી મુક્ત રહેવામાં સક્ષમ બન્યા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment