ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતની ઘટનાઓમાં દિવસેને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે. આપણે અનેક એવી અકસ્માતની ઘટના સાંભળી હોય છે જેમાં કોઈ એક વ્યક્તિની ભૂલ કે બેદરકારીના કારણે અન્ય લોકો સજા ભોગવતા હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટના જેતપુર માંથી સામે આવી છે. રાજકોટના જેતપુરમાં ખૂબ જ ગોઝારો અકસ્માત સર્જાયો છે.
સ્કૂલ બસે એ બાળકીને અડફેટે લેતા બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. ધોરાજીના ફરેણીમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ ચાર માં અભ્યાસ કરતી બાળકીને તેની સ્કૂલની બસ મુકવા માટે આવી હતી. ત્યારે સ્કૂલ બસની અડફેટે આવતા નવ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
હાલ આ હજમચાવી દેતી ઘટનાના સી.સી.ટી.વી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ધોરાજીના ફરેણીમાં આવેલી સ્વામિનારાયણ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સ્કૂલ બસમાં ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બાળકીનું ઘર આવતા ડ્રાઇવર એ સ્કૂલ બસ રોકી અને બાળકી બસમાંથી ઉતરી પોતાના ઘર તરફ ચાલતી થઈ હતી.
જ્યારે બાળકી બસની આગળથી નીકળવા ગઈ તે જ સમયે બસના ડ્રાઈવરે આગળ પાછળ જોયા વગર બસ હંકારી મૂકી હતી. બાળકી બસના ટાયર નીચે આવી ગઈ હતી, બસના ટાયર નીચે આવી જતા બાળકીની ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. સોસાયટીમાં લાગેલા સી.સી.ટી.વી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ હતી.
આ અકસ્માત સર્જાયા બાદ બાળકીને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે આ અકસ્માતમાં ફોરેન્સિક પીએમ કરાવવા માટેનું જણાવતા મામલો બીચકાયો હતો. જેતપુર જામકંડોરણા ના ધારાસભ્ય જયેશ રાદડિયા તાત્કાલિક ધોરણે જેતપુર સરકારી હોસ્પિટલ દોડી ગયા હતા.
9 વર્ષની બાળકી પર ફરી વળ્યાં સ્કૂલ બસનાં ટાયર- સમગ્ર ઘટના CCTVમાં થઇ કેદ#gondal #CCTV #gujarat #news #watch #video #trishulnews pic.twitter.com/ftcj2C2nKq
— Trishul News (@TrishulNews) April 18, 2023
ત્યારબાદ રાદડિયા પરિવારના લોકોનો સાથ આપીને સિવિલના ડોક્ટરને કડક શબ્દોમાં ઉધડો લીધો હતો. અપશબ્દો બોલીને પીએમ કરાવવા માટે ધમકાવ્યા હતા, ત્યારબાદ ડોક્ટરની તાત્કાલિક બદલી માટે સિવિલ સુપરિન્ટેન્ડન્ટને જણાવ્યું હતું. ત્યારબાદ બાળકીનું પીએમ ડોક્ટર દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment