બુધવારના રોજ રાત્રિના સમયે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનાએ સૌ કોઈ લોકોને હચમચાવી દીધા છે. આ ઘટનામાં બગડેલા બાપની બગડેલી ઓલાદના કારણે 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમદાવાદમાં સૌથી મોટો આ અકસ્માત ગણી શકાય છે. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા નવ લોકોમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતની ઘટનાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ હાલમાં પોલીસે અકસ્માત કરનાર આરોપી, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ, ત્રણ યુવતીઓ સહિત છ ની અટકાયત કરી છે. હાલમાં આરોપી તથ્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેની તબિયત સારી થયા બાદ તેની પોલીસ ધરપકડ કરશે.
અકસ્માતની ઘટના બની ત્યારે તથ્યની સાથે જેગુઆર કારમાં આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલ હતી. હાલમાં પોલીસે આ પાંચેયની અટકાયત કરીને તેમની પોચ પરત હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે આ પાંચેય આરોપી સાથે મહેમદપુરા પાસે આવેલા એક કેફેમાં ભેગા થયા હતા.
ત્યારબાદ આ લોકો અહીંથી રાજપથ ક્લબ તરફ જવા માટે નીકળ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે એક યુવતી તથ્ય સાથે આગળની સીટમાં બેઠી હતી. આ બધા સાથે જ અભ્યાસ કરે છે. આ ઉપરાંત આરોપી યુવક ના પિતા પ્રજ્ઞેશ પટેલને ધમકી આપવા બદલ તેમની અટકાયત કરવામાં આવી છે.
આ ભયંકર અકસ્માતની ઘટનાના કારણે નવ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટના બન્યા બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોની ખબર અંતર પૂછવા અમદાવાદ પહોંચ્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં મંત્રી ઋષિકેશ પટેલ પણ પહોંચ્યા હતા. આ ઘટનાના પગલે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment