આજકાલ જીવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. નાની નાની બાબતમાં લોકો એક બીજાનો જીવ લઈ લેતા હોય છે. ત્યારે હાલમાં એક યુવકનો તેના લગ્નના 9 દિવસ પહેલા જ જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 15000 રૂપિયાને લઈને યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો હતો.
આ ઘટના શુક્રવારના રોજ સાંજે બની હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના ભોજપુરમા બની હતી. જ્યારે યુવક પોતાના લગ્નના કાર્ડનું વિતરણ કરવા નીકળ્યો હતો. ત્યારે કેટલાક યુવકોએ યુવક પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ યાદવ છે અને તેની ઉંમર 32 વર્ષની છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા રવિ યાદવના પિતાએ જણાવ્યું કે, રવિએ ગામના એક યુવકને 15000 રૂપિયા આપ્યા હતા.
મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ સાંજે જ્યારે રવિ પોતાના લગ્નના કાર્ડ વેચવા માટે નીકળ્યો હતો. ત્યારે તે લગ્નના કાર્ડ વેચવા માટે તે કુલહડીયા ગામ ગયો હતો. આ દરમિયાન કેટલાક યુવકે તેને રસ્તા પર ઘેરી લીધો હતો અને તેની સાથે માથાકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ ઘટનામાં રવિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન રવિનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને રવિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું.
15 તારીખે રવિના લગ્ન હતા. રવિ યાદવની જાન ઉપડે તે પહેલાં તો તેની અર્થી ઉઠી હતી. આ ઘટના બનતા જ બંને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment