પતિએ 2.5 લાખનું દેવું કરીને પોતાની પત્નીને ભણાવીને નર્સ બનાવી… નોકરી મળતા જ પત્નીએ કંઈક એવું કર્યું કે…

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને સાંભળીને કે જોઈને આપણે ચોકી જઈએ છીએ. હાલમાં ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં યુવક યુવતીના લગ્ન થઈ ગયા હોવા છતાં પોતાના પ્રેમીઓ સાથે ભાગી જતા હોય છે. હાલમાં ઝારખંડના ગડ્ડાથી પણ ઉત્તર પ્રદેશનો ચર્ચિત જ્યોતિ મૌર્ય પ્રકરણથી મળી આવતો કેસ સામે આવ્યો છે.

એક ડીલીવરી બોય ટીંકુ યાદવે 2.5 લાખ રૂપિયા નું દેવું કરી પોતાની પત્નીને નર્સિંગ કોર્સ કરાવ્યો. પત્નીએ દગો આપીને પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા, આ કેસમાં પતિ ટીંકુ યાદવે પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમી સામે કેસ દાખલ કરાવ્યો છે.

ગોડ્ડા વિસ્તારના કઠૌન ગામ નિવાસી ટિંકૂ યાદવ એ જણાવ્યું કે તેના લગ્ન શહેરના જ બઢૌના મહોલ્લામાં રહેનારી પ્રિયા કુમારી સાથે થયા હતા. લગ્ન પછી પત્નીએ આગળ ભણવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, એ કારણે ટિંકૂએ આર્થિક સ્થિતિ નબળી હોવા છતાં એ બિચારાએ પત્નીને ભણાવી કે આગળ ભવિષ્યમાં સ્થિતિ સુધારશે.

તેમના લગ્ન 2020 માં થયા હતા, તેણે પત્ની નું એડમિશન નર્સિંગ સ્કૂલમાં કરાવી દીધું. 2.5 લાખ રૂપિયા ઉતાર લઇને તેને અભ્યાસ કરાવ્યો. લગ્નના અઢી વર્ષ પછી અભ્યાસ દરમિયાન જ ટીંકુની પત્ની પાડોશી દિલખુશ કરાઉતના પ્રેમમાં પડી ત્યારપછી કોલેજ પૂરી થતાં જ તે ટીંકુ ને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ.

ટીંકુ ને આ વાતને જાણ થાય ત્યાં સુધીમાં બંનેએ લગ્ન કરી લીધા હતા, તેણે પોતાની પત્નીને દેવું કરીને પત્નીને ડીગ્રી અપાવવા માટે નર્સિંગ કોલેજમાં એડમિશન કરાવ્યું હતું. પત્ની પ્રિયા કુમારી 17 સપ્ટેમ્બર ના રોજ કોલેજ છુટ્યા પછી પ્રેમી સાથે ભાગી દિલ્હી જતી રહી અને કોર્ટ મેરેજ કરી લીધા.

તેની લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટીંકુએ પોલીસની પાસે પહોંચી ન્યાય આપવાની માંગ કરી છે, સાથે જ પત્નીની પાસેથી તેના અભ્યાસમાં કરેલા લાખો રૂપિયા પાછા આપવાની માંગ કરી છે. પત્નીના દગા થી નિરાશ ટીંકુ પોલીસ સ્ટેશન પહોંચી તેની પત્ની અને પ્રોમિસ સામે કેસ દાખલ કરાવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*