ઘણા લોકો વિદેશમાં જવાનું સપનું જોઇને બેઠા હોય છે, પરંતુ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. જેને જાણીને આપણે પણ ઘણી નવાઈ લાગશે. તમે એવું સાંભળ્યું હશે કે કોઈ ખેડૂત વિદેશ જાય પરંતુ ક્યારેય એવું સાંભળ્યું છે કે, વિદેશમાંથી કોઈ વ્યક્તિ અહીં ખેતી કરવા માટે આવે. હાલમાં જ કંઈક આવું દ્રશ્ય સામે જોવા મળ્યું છે.
ભારતમાં ઘણા લોકોને ગામડું છોડીને વિદેશમાં કામ કરવાનું સપનું રહેલું હોય છે પણ વિદેશથી પરત ફરીને ભારતીય ગામમાં ખેતી કરીને માત્ર બે વર્ષમાં કમાણી કરવાની શરૂઆત કરી દીધી છે.અમેરિકામાં રહીને લાખોની નોકરી છોડ્યા પછી સોફ્ટવેર એન્જિનિયર ભારત પરત ફર્યા તેમ જ એમના ગામમાં મકાઈની ખેતી કરી રહ્યા છે.
કર્ણાટકમાંઆવેલા કાલાબુરાગી જિલ્લાના શેલાગી ગામના રહેવાસી સતીશકુમાર એ અમેરિકા માં નોકરી છોડી દીધી, જેથી તેઓ ગામમાં આવીને ખેતી કરી શકે.સોફ્ટવેર એન્જિનિયર સતીશકુમાર કુલ બે વર્ષ અગાઉ અમેરિકાથી પરત ફર્યા હતા તથા તેમના ગામમાં ખેતી કરી રહ્યા છે. સતીશે તેમના ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, અમેરિકા , દુબઈ તેમજ લોસ એન્જલસમાં એક સોફ્ટવેઅર એન્જીનિયર હતો. અમેરિકામાં મને દર વર્ષે કુલ એક લાખ ડોલર એટલે કે કુલ 73 લાખ રૂપિયાથી પણ વધારે મળતા હતા.
સતિષકુમાર અમેરિકામાં પૈસા તો કમાઈ રહ્યા હતા પણ મજા આવતી ન હતી.નોકરી છોડીને ભારત પરત આવ્યા તેમજ ખેતી કરવાનું વિચાર્યું તેમને હતું.તેમને મકાઈની ખેતી કરીને એમાંથી લાખો રૂપિયાની કમાણી કરી હતી. એમને જણાવ્યું કે, હું એક નીરસ કામ કરતો હતો. ક્યાં ખાસ પડકારો ન હતા. હું મારા અંગત જીવન પર ધ્યાન દોરી શકતો ન હતો. જેથી મેં પરત ગામમાં આવવાનું નક્કી કર્યું. કુલ બે વર્ષ અગાઉ ખેતી કરવાની શરૂઆત કરી હતી. ગયા મહિને મે કુલ બે એકર જમીનમાં કુલ 2.5 લાખ રૂપિયાની આવક મેળવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment