હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટનામાં 7 યુવકો ગંગા નદીમાં ડૂબ્યા હતા. તેમાંથી ત્રણ યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. આ દુઃખદ ઘટના બિહારના મુંગેર માંથી સામે આવી છે. આટલું જ નહીં પરંતુ સાત યુવકોનો ડૂબવાનો રૂંવાટા ઉભા કરી દે તેવા વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર દુર્ગા પ્રતિમાનું વિસર્જન દરમિયાન એક યુવક ફેસબૂકમાં લાઈવ થયો હતો. આ દરમિયાન આ સમગ્ર ઘટના બની હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સાથ યુવકો ગંગા નદીના ઉંડા પાણીમાં ડુબી રહ્યા છે. આસપાસ ઊભેલા લોકો યુવકોને બચાવવા માટે બૂમાબૂમ કરી રહ્યા છે. આ ઘટનામાં જોતજોતામાં તો ત્રણ યુવકો નદીના ઉંડા પાણીમાં ડૂબી જાય છે.
આ કારણોસર ત્રણેયના કરૂણ મૃત્યુ થયા હતા. ગુરૂવારના રોજ મુંગેરમાં કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના દુરમટ્ટા ગંગા ઘાટની છે. દુર્ગા પ્રતિમાનું વિસર્જન વખતે દુર્ગાપૂજા સમિતિના એક સભ્ય ફેસબૂકમાં લાઈવ થાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લોકો માતા દુર્ગાની પ્રતિમા ટ્રેક્ટર ટ્રોલીમાં લઈને ગંગાઘાટે પહોંચે છે.
મા દુર્ગાની પ્રતિમાને ગંગા નદીમાં લઈને કેટલાક યુવકો પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન ભારે અફરાતફરી મચી ગઇ હતી. દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે સાત યુવકો ગંગા નદીના ઊંડાણવાળા વિસ્તારમાં જતા રહ્યા હતા. આ દરમિયાન યુવકો પાણીમાં ડુબવા લાગ્યા અને બચાવવા માટે બૂમો પાડવા લાગ્યા. ત્યા
રે આજુબાજુમાં ઊભેલા કેટલાક લોકોએ તેમને બહાર કાઢવા ના ઘણા પ્રયાસો કર્યા. ચાર યુવકોને બચાવી લેવામાં આવ્યા, પરંતુ ત્રણ યુવકો ગંગા નદીના ઉંડા પાણીમાં ડૂબી ગયા. આ કારણોસર ત્રણ યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. હાલમાં ત્રણેય યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ છે.
દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન 7 યુવકો ગંગા નદીમાં ડૂબ્યા, 3 યુવકોના કરૂણ મૃત્યુ – જુઓ ઘટનાનો લાઇવ વિડિયો pic.twitter.com/K2am4TGm9S
— GUJJU ROCKZ (@gujju_rockz) April 16, 2022
મળતી માહિતી અનુસાર આ ઘટનામાં બિનદ્વાર ગામના અમરજીત કુમાર, મોનુ સિંહ અને ઋષભ રાજનું ગંગા નદીમાં ડૂબવાના કારણે કરૂણ મૃત્યુ થયું છે. એક જ ગામના ત્રણ યુવાનના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને ગામમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. હાલમાં ગંગા નદીમાં ત્રણેય યુવકોના મૃતદેહની શોધખોળ શરૂ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment