અમદાવાદમાં ઘરેથી બુલેટ લઈને નીકળેલા 19 વર્ષના યુવકનો 7 શખ્સોએ મળીને જીવ લઈ લીધો… જાણો શું છે સમગ્ર ઘટના..

અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે. ત્યારે અમદાવાદ શહેરના માધવપુરા વિસ્તારમાં મોડી રાત્રે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અંગત અદાવતમાં એક યુવકનો જેવું લઈ લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે યુવક બુલેટ લઈને નીકળ્યો ત્યારે લગભગ સાત જેટલા શખ્સો તેની પાસે આવ્યા હતા.

મૃતકની ફાઈલ તસવીર.

ત્યાર પછી તમામ આરોપીઓએ ધારદાર વસ્તુઓ વડે મન ફાવે તેમ યુવક ઉપર પ્રહાર કર્યા હતા અને તેનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના બનતા જ માધવપુરા બજાર બંધ કરી દેવામાં આવ્યું હતું.

In Ahmedabad's Madhavpur, 7 people stabbed themselves indiscriminately,  atmosphere of tension, police raids, funeral procession amid lockdown | અમદાવાદના  માધવપુરામાં 7 શખસે આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી ...

હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે અને અન્ય છ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસ બંદોબસ્ત ની વચ્ચે મૃત્યુ પામેલા યુવકની અંતિમયાત્રા નીકળી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ કૃણાલ ઠાકોર હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી.

In Ahmedabad's Madhavpur, 7 people stabbed themselves indiscriminately,  atmosphere of tension, police raids, funeral procession amid lockdown | અમદાવાદના  માધવપુરામાં 7 શખસે આડેધડ છરીના ઘા ઝીંકી પતાવી ...

કૃણાલ ગઈકાલે મોટી રાત્રે પોતાનું બુલેટ લઈને આંટા મારવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન માધવપુરા વિસ્તારમાં આવેલ મેન્ટલ હોસ્પિટલ પાસે તે પાનના ગલ્લા પાસે ઊભો હતો. ત્યારે 7 લોકો કૃણાલ પાસે આવ્યા હતા. ત્યાર પછી તમામ લોકોએ ધારદાર વસ્તુ વડે કૃણાલ ઉપર મન ફાવે તેમ પ્રહાર કર્યા હતા. આ કારણોસર કૃણાલનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું.

સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત.

ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા કૃણાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જૂની અદાવતના કારણે કૃણાલનો જીવ લેવામાં આવ્યો છે. હાલમાં તો પોલીસે આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

આ ઘટના બનતા જ સ્થાનિક લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. કૃણાલની અંતિમયાત્રા પોલીસના બંદોબસ્તમાં કાઢવામાં આવી હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને માધવપુરા પોલીસે પાંચ વ્યક્તિઓ સામે જીવ લેવાનો ગુનો નોંધ્યો છે હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને ઉપરાંત 6 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*