સમગ્ર દેશભરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા બેઠા કરી દેનારી જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રસ્તાની વચ્ચોવચ ત્રણ મહિલાઓ અને ચાર પુરુષોએ ભેગા મળીને એક યુવકનો જીવ લઈ લીધો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.
મળતા રિપોર્ટ અનુસાર આ ઘટના શુક્રવારના રોજ બની હતી. સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કેટલાક પુરુષો અને કેટલીક મહિલાઓ એક 30 વર્ષના વ્યક્તિ સાથે કોઈ વાતને લઈને માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે આ ચર્ચા અચાનક જ ઉઘરા બની ગઈ હતી. આ દરમિયાન મહિલાઓ અને પુરુષો ભેગા મળીને એકલા યુવકને જમીન પર પછાડે છે અને ત્યારબાદ તેને પકડી રાખે છે.
પાંચ લોકો યુવકને પકડે છે અને બે યુવકો આજુબાજુ પડેલા પથ્થર અને ઈંટ યુવકના માથા ઉપર ફેંકે છે. યુવક ઉપર ઘાતક પ્રહાર કરીને તેનું માથું છુંદી નાખ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બેંગ્લોર માંથી સામે આવી રહી છે.
આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. આ ઘટનામાં ત્રણ મહિલાઓએ અને ચાર પુરુષોએ મળીને 30 વર્ષના યુવકનો જીવ લઈ લીધો છે. જ્યારે આ ઘટના બની ત્યારે પીડિત યુવકની ચીસો સાંભળીને આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
લોકો ઘટના સ્થળે પહોંચે તે પહેલા તો તમામ આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલમાં હાજર ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. મૃત્યુ પામેલો યુવક બદામીનો રહેવાસી હતો.
7 લોકોએ ભેગા મળીને એક યુવકને મારી નાખ્યો – જુઓ વિડિયો pic.twitter.com/usJCbQqqLZ
— GUJJU ROCKZ (@gujju_rockz) December 6, 2022
અત્યાર સુધીમાં આ ઘટનાનો એક પણ આરોપી ઝડપાયો નથી આરોપીને પકડવા માટેની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. યુવકનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો અને કયા કારણોસર યુવક સાથે આ લોકોની માથાકૂટ થઇ હતી તેની કોઈપણ માહિતી સામે આવી નથી. મૃત્યુ પામેલા યુવકનું નામ પણ હજુ સામે આવ્યું નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment