અમદાવાદમાં લિફ્ટ તૂટી પડતા એક સાથે 7 મજૂરો નીચે પડ્યા, 7 મજૂરોના કરુણ મૃત્યુ…આ નિર્દોષ મજૂરોના મોતનો જવાબદાર કોણ ?

Published on: 3:06 pm, Wed, 14 September 22

આજ રોજ સવારે અમદાવાદમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડીંગમાં 7 મજૂરોના મૃત્યુ નીપજ્યા છે. આ ઘટનામાં એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાની માહિતી મળતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ફાયર વિભાગની ટીમે જણાવ્યું કે, બિલ્ડીંગના 13માં માળે સ્લેબ પર બિલ્ડિંગમાં લિફ્ટ બનાવવા માટેનું કામ આઠ મજૂરો કરી રહ્યા હતા. આ દરમિયાન 13માં માળનો માચડો ભારે વજનના કારણે તૂટી ગયો હતો. જેથી સ્લેબ તૂટ્યા બાદ આઠ મજૂરો એક સાથે નીચે પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર બિલ્ડીંગના આઠમાં માળે નેટ બાંધવામાં આવી હતી. આ મજૂરો નેટની અંદર પડ્યા હતા. પરંતુ વજન વધી જવાના કારણે નેટ પણ તૂટી ગઈ હતી. નેટ તૂટી જતા આઠમા માળેથી તમામ શ્રમિકો નીચે પડ્યા હતા. જેમાં બે શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા અને છ શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ બની હતી. બિલ્ડિંગમાં મજૂરો મજૂરી કામ કરી રહ્યા હતા. આ દરમિયાન એકાએક લિફ્ટ તૂટી પડતા તેઓ ધરમ દઈને નીચે પડ્યા હતા. જેમાં સાત જેટલા મજૂરોના મૃત્યુ નીપજ્યા છે. આ ઉપરાંત એક મજૂરી ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ઉપરાંત ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા તમામ લોકોને મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની અમને કોઈ પણ એ જાણ કરી ન હતી.

અમને આ ઘટનાની જાણ મીડિયા અને મિત્રો દ્વારા મળી હતી. અહીં અમે તપાસ કરવા પહોંચી આવ્યા છીએ. મળતી માહિતી અનુસાર બિલ્ડીંગના તેરમાં માળે આઠ જેટલા મજૂરો લિફ્ટનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક જ તેઓ ત્યાંથી નીચે પડ્યા હતા. જેના કારણે સાત મજૂરોના મૃત્યુ નીપજ્યા છે.

મલ્ટી માહિતી અનુસાર આ ઘટનામાં સંજયભાઈ બાબુભાઈ નાયક, જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશભાઈ ભરતભાઈ નાયક, રાજમલ સુરેશભાઈ ખરાડી, પંકજભાઈ શંકરભાઈ ખરાડી, આ 7 લોકોના મૃત્યુ થયા છે અન્ય મૃત્યુ પામેલા એક વ્યક્તિનું નામ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અમદાવાદમાં લિફ્ટ તૂટી પડતા એક સાથે 7 મજૂરો નીચે પડ્યા, 7 મજૂરોના કરુણ મૃત્યુ…આ નિર્દોષ મજૂરોના મોતનો જવાબદાર કોણ ?"

Leave a comment

Your email address will not be published.


*