આવનારી 22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્યથી અધી ભવ્ય અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ મંદિરમાં બિરાજમાન થશે અને લાખો ભારતવાસીઓની આતુરતાનો અંત આવશે આ મહોત્સવ એક ઉત્સવની જેમ ઉજવવામાં આવશે આ મહોત્સવ માટે લાંબા સમયથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેથી કરીને કોઈ પણ જાતની અગવડ ના પડે અને અત્યારથી જ આ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો તથા સ્વયંસેવકો પોતાનું યોગદાન સમર્પિત કરશે આવા તો કેટલાય ભક્તોએ રામ મંદિર માટે પોતાનો ત્યાગ ભક્તિ સમર્પણ કરી છે.
આવા જ એક ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ. હૈદરાબાદના 64 વર્ષના શ્રીનિવાસ પોતાના માથે સુવર્ણચરણ પાદુકા લઈ આટલા વર્ષની ઉંમરમાં પણ ચાલીને અયોધ્યા જઈ રહ્યા છે. આ સુવર્ણ પાદુકાની કિંમત આશરે 64 લાખથી પણ વધારે કહેવામાં આવી રહી છે પરંતુ આ ભક્તની ભક્તિ જોઈને સૌ કોઈ લોકો તેના વખાણ કરવા લાગ્યા છે. તેની અનેક પોસ્ટ તથા વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે લોકો કોમેન્ટ બોક્ષમાં જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે તથા તેના ભક્તિભાવને વધાવી રહ્યા છે.
તેઓ 20મી જુલાઈના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી અને 22 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા ખાતે પહોંચશે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવશે તેઓ પોતાના માથે રહેલી સુવર્ણ ચરણ પાદુકા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અર્પણ કરશે અને તેમના પણ સુભાષિત લેશે યોગી આદિત્યનાથ એ અયોધ્યામાં થનારા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશો અને તેની સાથે સાથે ભારતના યશશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રતિષ્ઠા મહોત્સવની તમામ વિધિઓમાં હાજરી આપશે.
તેની સાથે સાથે રાજનેતા અને બોલીવુડ સાથે જોડાયેલા અનેક દીર્ઘાજો પણ આ મહોત્સવમાં હાજરી આપશે આ મૂર્તિ પ્રતિષ્ઠામાં માત્ર ભારત દેશના જ લોકો નહીં પરંતુ વિદેશના ખૂણે ખૂણે રહેતા લોકો પણ આ મહોત્સવમાં હાજર રહેવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે શ્રીનિવાસ કહી રહ્યા છે કે મારા પિતાએ અયોધ્યામાં કાર સેવા કરી હતી. તેમની ઈચ્છા હતી કે અયોધ્યામાં રામ મંદિર બને આખરે આ તેની ઈચ્છા અને સપનું સાકાર થવા જઈ રહ્યું છે આ સાથે તેમને આંખમાંથી ખુશીના આંસુ શરીર પડ્યા હતા.
અયોધ્યા રામ મંદિર પાછળ કેટલાય લોકોનું ત્યાગ અને સમર્પણ છે ત્યારે આજે આપણી નજરે અયોધ્યામાં રામ મંદિર જોઈ શકીએ છીએ તેથી જ આપણે તમામ ભારતવાસીઓ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણી દ્રષ્ટિએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને મંદિરમાં બિરાજમાન થતા જોઈ શકશો શ્રીનિવાસ શાસ્ત્રી અયોધ્યા ભાગ્યનગર સીતારામ ફાઉન્ડેશનના સ્થાપક પણ છે તેઓ હંમેશા સમાજસેવાના તથા ભક્તિના કાર્યોમાં પોતાનો ફાળો આપે છે અને રામ મંદિરમાં પણ તેનું અમૂલ્ય યોગદાન અને સમર્પણ રહેલું છે આ સમર્પણ ભારતવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે લોકો તેની અતોડ ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસને વધાવી રહ્યા છે ખરેખર આવા તો ભારતમાં ઘણા રામ ભક્તો રહેલા છે કે જેણે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામને અયોધ્યા લાવવા માટે પોતાના પ્રાણ પણ સમર્પિત કરી દીધા છે.