આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણું હૃદય ધ્રુજી જાય છે. હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અનંત નાગમાં બુધવારે 13 સપ્ટેમ્બર ના રોજ આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલ ચંદીગઢના કર્નલ મનપ્રીતસિંહ નું આજે તેમના ગામ ભડૌજિયામાં અંતિમ સંસ્કાર થયા.
સૈન્ય સન્માનની સાથે કર્નલ ને આખરી વિદાય આપવામાં આવી, શહીદ કર્નલના છ વર્ષના દીકરાએ પોતાના પિતાને મુખાગ્ની આપી. કર્નલ મન પ્રિતના પરિવારમાં તેમની પત્ની જગમીત ગ્રેવાલ, તેમની મા અને બે બાળકો છે. એક બાળક છ વર્ષનો અને બે વર્ષની દીકરી શામેલ છે, આજે કર્નલના છ વર્ષના પુત્ર એ સૈનિકની વર્દીમાં પોતાના પિતાને અંતિમ વિદાય આપીને કહ્યું પપ્પા જય હિન્દ !
શહીદ નું પાર્થિવ શરીર જ્યારે મોહાલી સ્થિત તેમના ગામમાં પહોંચ્યો ત્યારે છ વર્ષીય પુત્ર એ પિતાને સલામી આપી. વર્દીમાં આવેલ આ બાળકની વીરતાને જોઈને ત્યાં હાજર સૌની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા હતા. શહીદના ઘરથી 200 મીટર દૂર આવેલા સ્થળ સુધી પહોંચવામાં યાત્રાને 20 મિનિટનો સમય લાગી ગયો.
શહીદ કર્નલની આ અંતિમયાત્રામાં પંજાબના ગવર્નર બનવારી લાલ પુરોહિત પણ જોડાયા હતા. ચંદીગઢ થી જ્યારે શહીદના પાર્થિવ દેહને ભડૌજિયા લઈ આવવામાં આવ્યા હતા. ત્યારે તેમના ઘરની બહાર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી, કર્નલ મનપ્રીત ની પત્ની તેમના તાબુત પાસે માથું રાખીને ધ્રુસકે ને ધૃસ્કે રડી રહી હતી. આખું ગામ શહીદ કર્નલની અંતિમયાત્રામાં સાથે ચાલી રહ્યું હતું અને એક જ નારો ગુંજી રહ્યો હતો શહીદ મનપ્રીતસિંહ અમર રહે.
View this post on Instagram
આંતકી હુમલામાં શહીદ થયેલ કરનાર મનપ્રીતસિંહ એ બટાલીયનનું નેતૃત્વ કરી રહ્યા હતા. જેણે બુધવારે સવારે અનંત નાગમાં ઓપરેશન ફરી શરૂ કર્યું હતું, ગોળીબારીમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને પછી મૃત્યુ પામ્યા. આ ઓપરેશન પહેલા કર્નલ મનપ્રિતએ સવારે 6.45 વાગ્યે પોતાના પરિવારના સદસ્યોની સાથે વાતચીત કરી અને કહ્યું હતું કે અત્યારે હું બીઝી છું સાંજે વાત કરીશ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment