હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 6 વર્ષની માસુમ બાળકીનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. આ ઘટના બનતા જ બાળકીના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર સવારે બાળકી દૂધ પીને સૂઈ ગઈ હતી. ત્યારબાદ બાળકી ફરી ઉઠી જ નહીં.
પિતાએ અઢી કલાક પછી દીકરીને જગાડવાના પ્રયત્નો કર્યા પરંતુ દીકરીનું મોત થયું હતું. આ ઘટના હરિયાણાના પાણીપત શહેરના નૂરવાલા માંથી સામે આવી છે. મૃત્યુ પામેલી દીકરીનું નામ અવની હતુ અને તેની ઉંમર 6 વર્ષની હતી. બાળકીના પિતા કુલદીપ સોનીએ જણાવ્યું કે તેઓ દરજીનો વ્યવસાય કરે છે.
તેમના લગ્ન 9 વર્ષ પહેલાં પ્રિયંકા નામની મહિલા સાથે થયા હતા. તેમની એકમાત્ર દીકરી અવની હતી. રવિવારના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ અવની સ્નાન કર્યું, ત્યારબાદ ખાવાનું ખાધું અને દૂધ પીને સૂઈ ગઈ હતી. બપોરે 1.30 વાગ્યાની આસપાસ હું ઘરે જમવા આવ્યો હતો ત્યારે મેં મારી પત્નીને પૂછ્યું હતું કે અવની ક્યાં છે.
ત્યારે મારી પત્નીએ કહ્યું હતું કે અવની સૂઈ ગઈ છે. તેને કહ્યું કે અવની લગભગ અઢી કલાકથી સુઈ રહે છે. ત્યારબાદ અવનીના પિતા તેને જગાડવા માટે ગયા હતા કારણ કે પછી મોડી રાત્રે અવની છૂટી નથી. જેથી પિતા તેને જગાડવા માટે તેની પાસે ગયા હતા. પછી પિતા અવની ને જગાડવાના ઘણા પ્રયત્નો કરે છે પરંતુ અવની જાગતી નથી.
ત્યાર પછી પિતાએ જોરથી અવનીને હલાવી તો પણ તે જાગી નહીં. દીકરી બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ દીકરીના પિતા ઉતાવળમાં તેને સારવાર માટે નજીકની બે ત્રણ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર હોય અવનીને મૃત જાહેર કરી હતી.
દીકરીના પિતાએ જણાવ્યું કે બાળકી એ સુતા પહેલા ગાયનું દૂધ પીધું હતું. પ્રાથમિક તપાસમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ફૂડ પોઈઝનના કારણે બાળકીનું મોત થયું છે. બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી ચાલુ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment