6 વર્ષની દીકરી પિતાને ખેતરે પાણી આપવા જતી હતી, રસ્તામાં 8 થી 10 કુતરાઓએ બાળકીના શરીરના ચીથડા કાઢી નાખ્યા…તડપી તડપીને બાળકીનું કરુણ મૃત્યુ…

હાલમાં બનેલી એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે. તમને બધાને ખબર હશે કે દેશમાં દિવસેને દિવસે રખડતા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં કેટલાય લોકો કુતરાઓના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હશે અને કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે.

ત્યારે રાજસ્થાનના અલવર જિલ્લામાં એક એવી ઘટના બની છે જે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક કૂતરાના ટોળાએ 6 વર્ષની માસુમ બાળકીનો જીવ લઈ લીધો છે. અલવર જિલ્લાના રામગઢ વિસ્તારમાં લગભગ 8 થી 10 કૂતરાઓના ટોળાએ એક 6 વર્ષની બાળકીને ઘેરી લીધી હતી.

તમામ કુતરાઓ બાળકીની ઉપર તૂટી પડ્યા હતા. મળતી માહિતી અનુસાર બાળકી પોતાના પિતાને ખેતરે પાણી આપવા જઈ રહી હતી. આ દરમિયાન માસુમ બાળકીને કુતરાઓએ ઘેરી લીધી હતી અને તેના ઉપર જીવલેણ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.

ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી બાળકીના પિતાએ જણાવ્યું કે, “મારી 6 વર્ષની દીકરી અમનદીપ કૌર મને ખેતરે પાણી આપવા આવી રહી હતી.

આ દરમિયાન રસ્તામાં 8 થી 10 જેટલા કુતરાઓએ અમનેદીપ પર જીવલેણ પ્રહાર કર્યા હતા. કુતરાઓએ મળીને અમને દીપના શરીરના ચીથડા કાઢી નાખ્યા હતા. આ દ્રશ્યો જોઈને પડોશી હોય દીકરીને બચાવી લીધી હતી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક રામગઢની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

રામગઢ ની હોસ્પિટલમાંથી તેને અલવરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. અહીં બાળકીનું સારવાર દરમિયાન મૃત્યુ હતું. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટના બનવાના કારણે આસપાસના વિસ્તારમાં પણ માતમ ખોવાઈ ગયું હતું. દીકરીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારની હાલત કફોડી બની ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*