મિત્રો તમને બધાને અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના તો યાદ જ હશે. આ ઘટનામાં એક બગડેલા બાપની બગડેલી ઓલાદના કારણે નવ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારે સુરતમાં અમદાવાદ ઇસ્કોન બ્રિજ જેવી જ એક ઘટના બની છે. આ ઘટનામાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક ઝડપી સ્વીફ્ટ કારે બીઆરટીએસ રૂટમાં ત્રણ બાઈક ચાલક અને બે રાહદારીને જોરદાર ટક્કર લગાવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. પછી તો સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી લીધો હતો અને તેને બરાબરનો મેથીપાક આપ્યો હતો. આ ઉપરાંત અન્ય લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
મળતી માહિતી અનુસાર કારતક યુવકનું નામ સાજન પટેલ છે અને તેની ઉંમર 27 વર્ષની છે. તેને બર્થ ડે પાર્ટીમાં દારૂ પીધો હતો અને પછી તે GJ 05 RR 9995 નંબરની કાર લઈને રચના સર્કલ તરફ જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન રસ્તામાં તેને ત્રણ બાઈક સવાર અને બે રાહદારીઓને જોરદાર ટક્કર લગાવી હતી.
View this post on Instagram
અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો અને સ્થાનિક લોકોનું કહેવું છે કે તે નશાની હાલતમાં હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ મળીને કારચાલકને બરાબરનો મેથીપાક આપ્યો હતો. ઘટનાની માહિતી મળતા કાપોદ્રા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
ત્યારે ઈજાગ્રસ્ત થયેલા કાર ચાલકને સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેના હાથ અને પગના ભાગે ઈચ્છા પહોંચી હતી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને લોકો કાર ચાલક વિરોધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment