6 મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી : પત્ની અને પુત્રીને લેવા સાસરે જઈ રહેલા યુવકને રસ્તામાં નડ્યો અકસ્માત – યુવકનું કરુણ મૃત્યુ…

છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં અલવાર માં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. અલવર શહેરની બહાર બેહરોર રોડ પર વિજય મંદિરના વળાંક પર બાઈકનું સંતુલન સંતુલન બગાડતા યુવક બાઇક સાથે રોડના કિનારે ખાડામાં પડયો હતો.

મળતી માહિતી મુજબ અકસ્માત બન્યા બાદ યુવક લગભગ દસ કલાક સુધી ત્યાં જ પડ્યો રહ્યો હતો. બીજા દિવસે રવિવાર ના રોજ સવારે અકસ્માતની જાણ પોલીસને થઈ હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં તો યુવકનું મૃત્યુ થઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર 28 વર્ષીય નવલકિશોર નામનો યુવક રાત્રે પોતાના સાસરે જઈ રહ્યો હતો. ત્યારે લગભગ 9.45 વાગ્યાની આસપાસ વિજય મંદિરના વળાંક પાસે કોઈ જાનવર આડુ આવ્યું હતું અને જાનવરને બચાવવામાં યુવકે પોતાની બાઇક પરથી સંતુલન ગુમાવ્યું હતું.

જેના કારણે યુવક બાઈક સાથે રોડના કિનારે આવેલા ખાડામાં પડયો હતો. આ અકસ્માતની ઘટનામાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બન્યા બાદ યુવક ઈજાગ્રસ્ત હાલતમાં 10 કલાક સુધી ખાડામાં પડયો રહ્યો હતો. બીજા દિવસે સવારે આ ઘટનાની જાણ પોલીસને થઈ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલા યુવકને દોઢ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને છ મહિના પહેલા જ તેના ઘરે દીકરીનો જન્મ થયો હતો.

મળતી માહિતી અનુસાર યુવક શનિવારે પોતાની નોકરી પતાવીને રાત્રિના સમયે પોતાની પત્ની અને દીકરીને લેવા માટે સાસરે જઈ રહ્યો હતો. ત્યારે તેની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. યુવકના મૃત્યુની જાણ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. માત્ર છ મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*