મિત્રો આજના મોંઘવારીના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. મોટેભાગના વિસ્તારોમાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા પ્રતિ લીટર છે. મિત્રો આપણે આપણા પપ્પા અથવા તો દાદાના મોઢે વાતો સાંભળી હશે કે પહેલા પેટ્રોલનો ભાવ આટલા રૂપિયા હતો.
તો આજે આપણે 1972માં પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા હતો તેના વિશે વાત કરવાના છીએ. હાલમાં સોશિયલ મીડિયા પર 1972નું એક પેટ્રોલનું બિલ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. ત્યારનો એક લીટર પેટ્રોલનો ભાવ સાંભળીને તમે સૌ કોઈ લોકો ચોકી ઉઠશો.
વાયરલ થઈ રહેલા બિલના આધારે 1972માં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ માત્ર 1.51 રૂપિયા હતો. આ ભાવ આજની સરખામણીમાં ખૂબ જ એટલે ખૂબ જ ઓછો છે. આ બિલ જે પણ વ્યક્તિનું છે તેને બે લીટર પેટ્રોલ પુરાવેલું છે.
આ વ્યક્તિએ બે લીટર પેટ્રોલ માટે 3 રૂપિયા ચૂકવ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચારે બાજુ આ બિલની ચર્ચાઓ ચાલી રહી છે. વાયરલ થઈ રહેલું આ બિલ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
મિત્રો હાલમાં તો પેટ્રોલ અને ડીઝલનો ભાવ દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશના અમુક રાજ્યમાં તો પેટ્રોલનો ભાવ સો રૂપિયાથી વધી ગયો છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment