500 રૂપિયાની નોટ પર ભગવાન રામ અને અયોધ્યા નગરી ની તસ્વીર..! મહાત્મા ગાંધીની જગ્યાએ રામ વાળી નોટ ને લઈને RBI કહુ કે…

મિત્રો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનો અભિષેક થવા જઈ રહ્યો છે ત્યારે અયોધ્યામાં ભગવાન શ્રીરામ અને રામ મંદિરના નિર્માણની તસવીરો સાથે ₹500 ની અલગ અલગ નોટ નો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે

ત્યારે આપણે બધા જાણીએ છીએ કે હાલમાં ભારતીય ચલણની અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસ્વીર છે પરંતુ જ્યારે આ વાયરલ થઈ રહેલી ₹500 ની નોટ આપણે જોઈએ તો મહાત્મા ગાંધીની જગ્યાએ ભગવાન શ્રીરામને દર્શાવવામાં આવ્યા છે અને જ્યાં લાલ કિલ્લાનો ફોટો છે ત્યાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિર નો ફોટો છાપવામાં આવ્યો છે

અને આ ભગવાન શ્રીરામના ફોટા વાળી 500 રૂપિયાની નોટ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે વાયરલ થઈ રહી છે.એક તરફ આ નોટ વાયરલ થઈ રહી છે પરંતુ ભારતીય રિઝર્વ બેન્ક ભગવાન શ્રીરામની તસવીર વાળી ₹500 ની નવી સિરીઝની નોટો બહાર પાડવા અંગે કોઈપણ માહિતી આપી નથી અને સૂત્રોના જણાવ્યા અનુસાર ભગવાન શ્રીરામની તસવીરો સાથે

વાયરલ થઈ રહેલી ₹500 ની નોટ નકલી છે.બેન્કિંગ ક્ષેત્રના નિષ્ણાંત અને વોઇસ ઓફ બેન્કિંગના સ્થાપક અશ્વિની રાણાએ જણાવ્યું કે આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે આરબીઆઈ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી અને તેઓએ કહ્યું કે આ ફેક ન્યુઝ છે અને આરબીઆઈ આવી કોઈ નવી સિરીઝ 500 સિરીઝની નોટ જાહેર કરશે નહિ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*