રાજકોટમાં રોડ પર કાદવ હોવાના કારણે 2 દિવસમાં 50 વાહનો સ્લીપ… જુઓ વિડિયો…

77

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક રોડ રસ્તાઓ બંધ થઈ ગયા છે ત્યારે રાજકોટ શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર આત્મિય કોલેજથી સત્યસાંઈ હોસ્પિટલ જતા રસ્તા તરફ રોડ પર ભારે કાદવ જામી ગયો. જેના કારણે અત્યાર સુધીમાં તે રોડ પર છેલ્લા બે દિવસમાં ઘણા લોકો સ્લીપ થઈ ગયા છે.

મળતી માહિતી અનુસાર રોડ પર કાદવ જામી જવાના કારણે 2 દિવસમાં લગભગ 50 થી પણ વધુ વાહનો રોડ પર સ્લીપ ખાઈ ગયા છે. અને જેના સમગ્ર દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ઘટનાની જાણ થતાં જ રાતોરાત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ફાયર વિભાગની ટીમ અને મનપાની ટીમ દ્વારા રસ્તા અને સાફ કરાવ્યું હતું. અને રસ્તા પરથી કાદવ દૂર કર્યો હતો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર ભારે કાદવ જામી જવાના કારણે કેવી રીતે વાહન ચાલકો સ્લીપ ખાઇ રહ્યા છે. આ દરમ્યાન ઘણા લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

આપણા ગુજરાત રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અનેક જગ્યાએ ભારે વરસાદ પડવાના કારણે રોડ રસ્તાઓ ભાગી ગયા છે તેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ખરાબ રોડના કારણે અત્યાર સુધીમાં ઘણા અકસ્માતો થયા છે.

અને તેમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. રાજ્યમાં રોડ રસ્તા ની વાત કરીએ તો અનેક જગ્યાએ રસ્તા ખૂબ જ ખરાબ છે પરંતુ તંત્ર દ્વારા રોડ-રસ્તાના રીપેરીંગ કામ લઈને કોઈપણ પ્રકારના પગલાં ભરવામાં આવતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!