વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાનો મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયામાં નહાવાની મજા માણી રહ્યા હતા. ત્યારે તેમને વિચાર્યું પણ નહીં હોય તેવી ઘટના તેમની સાથે બને છે. દરિયામાં ભરતીના સમયે નહાવા પડેલા પાંચ યુવાનો દરિયામાં ડૂબવા લાગ્યા હતા.
યુવાનોને દરિયામાં ડૂબતા જોઈને આસપાસ ઉભેલા લોકોએ બુમાબુમ કરી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગની ટીમને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમ દરિયામાં ડૂબી રહેલા પાંચ યુવાનોમાંથી બે યુવાનોને બચાવી લીધા હતા.
જ્યારે ત્રણ યુવાનો હજુ પણ લાપતા છે અને તેમની શોધખોળ ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સુરતના પાંચ યુવાનો દમણ ખાતે ફરવા માટે ગયા હતા. ત્યાં લાઈટ હાઉસ પાસે તેઓ દરિયામાં નહાવાની મજા માણી રહ્યા હતા. ભરતી નો સમય હોવાના કારણે પાંચે યુવાનો દરિયામાં ડૂબવા લાગ્યા હતા.
જેના કારણે ત્યાં આસપાસ ઉભેલા અન્ય લોકો બૂમાબૂમ કરવા લાગ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે દરિયામાં ડૂબી રહેલા બે યુવાનોને બચાવી લીધા હતા. ઘટનાની માહિતી મળતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હજુ પણ ત્રણ યુવાનો છે તેની શોધખોળ ચાલુ છે.
મોડી રાત સુધી દરિયામાં ડૂબી ગયેલા ત્રણેય યુવાનોની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ કોઈનો પત્તો લાગ્યો ન હતો અને આજે સવારે ફરીથી ત્રણેની શોધખો શરૂ કરી દીધી છે. ઘટનાની માહિતી મળતા લાપતા થયેલા યુવકોના પરિવારના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા છે તેઓ નશો કરેલી હાલતમાં હતા. પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને બંને યુવાનોની પૂછપરછ શરૂ કરી દીધી છે. હાલમાં દમણ ફાયર વિભાગની ટીમ દ્વારા લાપતા થયેલા યુવકોની શોધખોળ ચાલુ જ છે. પરિવારના લોકો પણ ખૂબ જ ચિંતામાં છે. મિત્રો દરિયા કિનારે ગયેલા આ યુવકોની મજા મોતની સજામાં બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment