સરોવરમાં નાહવા પડેલા 5 યુવકોના સરોવરમાં ડૂબી જવાના કારણે મૃત્યુ – એક સાથે 5 યુવકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

ગઈકાલે એક ખૂબ જ દુઃખદ ઘટના બની હતી. આ ઘટનામાં પાંચ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ઘટના બનતા સમગ્ર પંથક અને ગામના લોકોમાં માતમ છવાઇ ગયો હતો. ગઈકાલે અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારણ સરોવરમાં બપોરના એક વાગ્યાની આસપાસ પાંચ યુવકો તરતા ન આવડતું હોવા છતાં પણ સરોવરમાં ન્હાવા પડયા હતા.

સરોવરમાં નાહતી વખતે પાંચેય યુવકો સરોવરના પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટના બન્યા બાદ સ્થાનિક તરવૈયાઓ, તંત્રની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પાંચે યુવકના મૃતદેહને સરોવરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃત્યુ પામેલા પાંચમાંથી ત્રણ યુવકો પરિવારના એકના એક પુત્ર હતા. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.  પાંચે યુવકોના મૃત્યુના કારણે લાઠી શહેર સજ્જડ બંધ થઈ ગયું હતું. યુવકોના મૃત્યુના કારણે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા.

મળતી માહિતી મુજબ ગઈકાલે 16 વર્ષીય વિશાલ મનીષભાઈ મરે, 16 વર્ષીય નમન અજયભાઈ ડાભી, 16 વર્ષીય રાહુલ પ્રવીણભાઈ જાદવ, 17 વર્ષીય મીત ભાવેશભાઈ ગળથીયા અને 18 વર્ષે હરેશ મથુરભાઈ મોરી દુધાળા ગામ ખાતે આવેલા સરોવરમાં નાહવા માટે પડ્યા હતા.

પાંચેય યુવકો માંથી એક પણ યુવકને તરતા આવડતું ન હતું. આ કારણોસર તેઓ સરોવરના ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનામાં પાંચયે યુવકોના કરૂણ મૃત્યુ થયા છે. ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ચારે બાજુ શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

એકસાથે ગામમાંથી પાંચ લોકોની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું હતું કે, નાહવા પડેલા યુવકો એક વખત પાણીમાંથી બહાર આવે છે ત્યારબાદ તેઓ ફરીથી દોડીને પાણીમાં છલાંગ લગાવે છે અને ઉંડા પાણીમાં ડૂબી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*