રાજકોટની એક મહિલા ડોક્ટરે વાંકાનેરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતા જ ભારે અફડા-તફડી મચી ગઇ હતી. માહિતી અનુસાર રાજકોટ માવતર ધરાવતી અને હોમીયોપેથીક તબીબ જાનકી વોરાએ ગઈકાલે વાંકાનેરમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલા ડોક્ટરના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતા પરિવારમાં ગમગીનનું વાતાવરણ બની ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલા ડોક્ટરે જાનકીની માતાના આક્ષેપો છે કે, મારી દીકરીને તેના સાસરિયાવાળાએ દસ વર્ષ સુધી સખત ત્રાસ આપ્યો, તેનો દિયર તેને બેફામ બોલતો હતો.
આ સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલા ડોક્ટરના મિત્રો સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા હતા. ઉપરાંત પરિવારજનો પણ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. માહિતી અનુસાર વાંકાનેરમાં રહેતા 34 વર્ષીય જાનકી રજનીકાભાઈ વોરાએ ગઈકાલે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ લીધો હતો.
ઘટના બન્યા બાદ તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તો ત્યાં જાનકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારબાદ જાનકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું હતું. જાનકીના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારજનો અને જાનકીના મિત્રો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. મૃત્યુ પામેલી જાનકીને એક 5 વર્ષની દીકરી છે. જાનકીના મૃત્યુના કારણે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.
જાનકીના માતા-પિતાના આક્ષેપ છે કે, જાનકીના પતિ, સાસુ-સસરા, દિયર, કાકાજી, કાકાજી સહિતના તમામ લોકોએ જાનકીને ખૂબ જ ત્રાસ આપતા હતા. અમે સાસરીયાવાળાઓને સમજાવી તો તેઓ છૂટાછેડા આપવાનું દબાણ કરતા હતા. આબરૂ જવાના ડરથી મારી દીકરી આ બધું સહન કરી લેતી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment