જામનગરમાં જ્વેલર્સની દુકાનમાં 5 થી 6 ચોરોએ ઘૂસીને કરી ચોરી, 20 મિનિટમાં તો દાગીના ચોરી ને ત્યાંથી રફુચક્કર – જુઓ ચોરીનો વિડીયો

63

મળતી માહિતી અનુસાર રાજ્યમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધી રહી છે. ત્યારે જામનગરમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી ની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં હજીરા મિસ્ત્રી રોડ પર આવેલી પ્રણામી સ્કૂલ પાસે નીલકંઠ જવેલર્સ નામની દુકાનમાં ચોરી ની ઘટના બની છે.

મળતી માહિતી મુજબ વહેલી સવારે નીલકંઠ જ્વેલર્સ માં પાંચથી છ વ્યક્તિઓ દુકાનનું શટર અને દુકાનની અંદર રહેલા કાચનો દરવાજો તોડીને 80 હજાર રૂપિયાના ચાંદીના દાગીના લઇને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે.

મળતી માહિતી મુજબ 5 થી 6 ચોરો દુકાનનું શટર તોડી રહ્યા છે. અને ત્યારબાદ શટર તોડી ને દુકાનની અંદર ગુસ્સે છે અને દુકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરે છે.

ચોરીનો આ વિડીયો દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોર તિજોરી તોડવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ તિજોરી ખૂબ જ મજબૂત હોવાના કારણે તૂટતી નથી.

જેના કારણે સોનાની મોટે ભાગની વસ્તુઓની ચોરી થતા અટકે છે. મળતી માહિતી મુજબ ચોરો 12 મિનિટમાં ચોરી કરીને દુકાનમાંથી રફુચક્કર થઇ જાય છે. મુખ્ય વાત એ છે કે નીલકંઠ જ્વેલર્સ ચોરીની ઘટના બની છે.

તેની સામે જ પોલીસ દ્વારા પોઇન્ટ આપવામાં આવેલું છે તેમ છતાં પણ નીલકંઠ જ્વેલર્સ ચોરીની ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!