મંદિરે દર્શન કરવા જઈ રહેલા 5 લોકો પાણીમાં તણાયા, દીકરીઓની નજર સામે માતાનું મૃત્યુ, 3 દીકરીઓ માં વગરની થઈ ગઈ..

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ દીકરીઓની નજર સામે માતાનું મૃત્યુ નીપજ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સારનપુરમાં શાકંભરી દેવીના મંદિર પાસે નદીમાં અચાનક એક કાર તણાઈ ગઈ હતી. આ કારની અંદર પાંચ લોકો સવાર હતા. મળતી માહિતી અનુસાર કારમાં સવારે એક મહિલાનું કરુણ મૃત્યુ થયું છે.

ઉપરાંત બાકીના ચાર લોકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા છે. આ તમામ લોકો મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. અહીંથી એક નદી પસાર થાય છે. મંદિરે જવા માટે નદીમાંથી પસાર થવું પડે છે. આ દરમિયાન એક કાર મંદિરે જઈ હતી. ત્યારે અચાનક જ નદીનો પ્રવાહ વધી ગયો હતો તેના કારણે કાર પાણીમાં તણાઈ ગઈ હતી.

આ ઘટના આજરોજ સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી. સારંગપુરની સુગર મીલ કોલોનીમાં રહેતી 55 વર્ષીય સીમા નામની મહિલા પોતાની 3 દીકરીઓ તાનિયા, મેઘા અને રિયા સાથે મંદિરે દર્શન કરવા માટે જઈ રહી હતી. આ દરમિયાન કારનો ડ્રાઇવર રવી કાર ચલાવી રહ્યો હતો. આ બધા લોકો બારમાં શંકરાચાર્ય આશ્રમ પાસે પહોંચ્યા હતા.

ત્યારે અચાનક જ પહાડી વિસ્તારમાંથી પાણીનો જોરદાર પ્રવાહ આવ્યો હતો. જેના કારણે કારમાં બેઠેલા તમામ લોકો નીચે ઉતરીને પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. મળતી માહિતી અનુસાર રવિ, મેઘા અને તાનિયા ત્યાંથી બચી ગયા હતા. પરંતુ સીમા અને રિયા પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા.

લગભગ એક કિલોમીટર દૂર એક દુકાનદાર બંનેને બચાવવા માટે પાણીમાં કૂદીયો હતો. દુકાનદારે સીમાને અને રિયાને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ આ ઘટનામાં સીમા નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે રિયાના શ્વાસ ચાલતા હતા. તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાની બે દીકરીઓ સલામત છે. જ્યારે એક અધિકારીની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે આ ઉપરાંત ડ્રાઇવર પણ સલામત છે. માતાનું મૃત્યુ થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*