લગ્નમાંથી ઘરે જઈ રહેલા 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 2 લોકો ઈજાગ્રસ્ત… જાણો સમગ્ર ઘટના…

Published on: 2:39 pm, Wed, 7 December 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ઝડપી ટ્રકે એક વાનને પાછળથી જોરદાર ચક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનામાં વાન ચાલક સહિત ત્રણ લોકોના કરુણ મોત થયા છે.

જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્ત થયેલા લોકો એક સંબંધીના ઘરે લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમની સાથે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટના જયપુર કોટા નેશનલ હાઈવે 52 પર બની હતી. જયપુર તરફથી આવી રહેલા એક ઝડપી ટ્રકે પાછળથી વાનને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 50 વર્ષીય રાજેશ, રાજુલાલ, દિનેશ અને પ્રહલાદ એક સંબંધીના ઘરે લગ્નમાં હાજરી આપવા દેવલી ગયા હતા.

તેઓએ 36 વર્ષિય રાકેશ નાયક નામના વ્યક્તિનું વાન ભાડે લીધું હતું. લગ્ન સમારોહમાં હાજરી આપીને બધા વાનમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ તેઓએ હોટલ પર ચા પીવા માટે વાન ઉભી રાખી હતી. ચા પીધા બાદ ફરીથી તેઓ વાનમાં બેસીને ઘરે જવા માટે નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં પાછળથી એક ઝડપી ટ્રકે તેમની વાનને જોરદાર ઠક્કર લગાવી હતી. જેના કારણે વાન ફંગોળાઈ ગયું હતું અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ નજીકમાં આવેલી હોટલના સ્ટાફના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે ટ્રક કબજે કરીને ટ્રક ચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "લગ્નમાંથી ઘરે જઈ રહેલા 5 લોકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 3 લોકોના મોત, 2 લોકો ઈજાગ્રસ્ત… જાણો સમગ્ર ઘટના…"

Leave a comment

Your email address will not be published.


*