સુરતના પાટીદાર પરિવારના વૃદ્ધ વ્યક્તિના અંગદાનથી 5 લોકોને મળ્યું નવજીવન…પાટીદાર પરિવાર અંગદાન કરી સમાજમાં માનવતા મહેકાવી…

મિત્રો જ્યારે પણ અંગદાનનું નામ આવે એટલે ગુજરાતનું સુરત હંમેશા મોખરે રહે છે. અંગદાનને લઈને સુરત શહેરમાં લોકો ખૂબ જ વધારે જાગૃત છે. ઘણી વખત કેટલાક લોકોનું અકસ્માતમાં અથવા તો તબીબી સારવાર દરમિયાન મૃત્યુ થતું હોય છે. આવા સમયમાં જ્યારે કોઈપણ પરિવારના સભ્યોનું મૃત્યુ થાય એટલે પરિવારમાં માતમ થવાય જતો હોય છે.

પરંતુ ઘણા એવા પણ પરિવાર છે જેવો અંગદાન કરીને સમાજમાં માનવંતા મહેકાવવાનું કાર્ય કરતા હોય છે. ત્યારે તેઓ જે ક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવી રહ્યો છે. સુરતમાં પટેલને સમાજના સીમાડાના વૃદ્ધ વ્યક્તિનું અંગદાન કરીને પરિવારે સમાજમાં એક દાખલો પૂરો પાડ્યો છે. મળતી માહિતી અનુસાર વૃદ્ધ વ્યક્તિની કિડની, આંખો અને લીવરના દાનથી 5 લોકોને નવું જીવન મળ્યું છે.

હાલમાં પાટીદાર પરિવારની આ સુંદર કાર્યની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ તો મૂળ રાજકોટ ગોંડલના દરેડ ગામના વતની 63 વર્ષના શીવાભાઈ ખીમજીભાઈ ખાતરા પોતાના પરિવાર સાથે સુરત શહેરના સીમાડા ખાતેની ધરમરાજ સોસાયટીમાં રહેતા હતા. શીવાભાઈ એક નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા.

ત્યારે ગત 15 ફેબ્રુઆરીના રોજ શિવાભાઈ પોતાના ઘરમાં બેઠા હતા. ત્યારે તેને અચાનક જ માથાનો દુખાવો ઉપડ્યો હતો. પછી શીવાભાઈ માથામાં દુખાવો ઉપડ્યો છે તેની વાત પરિવારના સભ્યોને કરી હતી. થોડીક વાર બાદ તેમને અચાનક જ ઉલટી શરૂ થઈ ગઈ હતી. જેથી તેમને તાત્કાલિક સ્થાનિક વિસ્તારની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પણ તેમને ઉલટી થઈ હતી અને ત્યારબાદ તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા.

વધુ સારવાર માટે તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજા દિવસે પણ શિવાભાઈની તબિયતમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવ્યો ન હતો. ત્યારબાદ ડોક્ટરની ટીમે જરૂરી તપાસ બાદ શિવાભાઈને બ્રેઇન ડેડ ઘોષિત કર્યા હતા. શીવાભાઈનું મૃત્યુ થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા શીવાભાઈના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

પછી પરિવારના સભ્યોએ શીવાભાઈનું અંગદાન કરવાનું નક્કી કર્યું હતું. શીવાભાઈના અંગદાનના કારણે પાંચ લોકોને નવું જીવન મળ્યું છે. જ્યારે ટ્રસ્ટના પીએમ ગોંડલીયા અને વિપુલ તળાવિયાએ જણાવ્યું કે, અંગદાનમાં જાગૃતતા લેવા માટે તેમના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જેના પરિણામે આજે તેમને જીવાભાઇના દીકરા મેહુલભાઈ સહિતના પરિવાર એ દાખવેલી જાગૃતતા જોવા મળી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*